Top
Connect Gujarat

અમદાવાદ, સહિત અરવલ્લી તથા સાબરકાંઠામાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા

અમદાવાદ, સહિત અરવલ્લી તથા સાબરકાંઠામાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા
X

ગુજરાતમાં અમદાવાદ, અરવલ્લી તથા સાબરકાંઠામાં મોડી રાત્રે સાડા દસ પછી ભૂકંપના આંચકા અનુભવાતા ભારે ગભરાટ ફેલાયો છે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં ભૂકંપનો આચકો આવ્યો હતો. ઉપરાંત સાબરકાંઠામાં તથા માઉન્ટ આબુમાં પણ ભૂકંપનો આંચકો આવ્યો હતો.

મીડિયા દ્વ્રારા જાણકારી મળી હતી કે, આ આંચકો 10થી 20 સેકેન્ડ સુધી ચાલ્યો હતો. ભૂકંપનો આંચકો હળવો હોવાની વિગતો પ્રાપ્ત થઇ રહી છે. જે લોકોએ ભૂકંપ આવ્યો હતો તેવા લોકો બિલ્ડિંગની બહાર આવી ગયા હતા. થલતેજ સિવાયના એસ.જી.હાઈવે આસપાસના હાઇરાઇઝ બિલ્ડિંગમાં પણ લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. પાલનપુરમાં પણ ધરતીકંપનો આંચકો આવતા લોકો ગભરાઈને બહાર આવ્યા હતા. ભૂકંપનો આંચકો 3 થી 4ની તિવ્રતાનો હોઈ શકે છે.

Next Story
Share it