Connect Gujarat
ગુજરાત

અમરેલીઃ દેવું વધી જતાં ખેડૂતે કરી હતી આત્મહત્યા, પતિના વિરહમાં પત્નીએ પણ પીધાં ઝેર

અમરેલીઃ દેવું વધી જતાં ખેડૂતે કરી હતી આત્મહત્યા, પતિના વિરહમાં પત્નીએ પણ પીધાં ઝેર
X

ખેડૂતે આત્મહત્યા કરી લેતાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી પરિવારને શાંત્વના આપવા પહોંચ્યા હતા.

અમરેલીના ચાંદગઢ ગામે એક ખેડૂત ઉપર દેવું વધી જતાં ચાર દિવસ પહેલા ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. ખેડૂતે આત્મહત્યા કરતા મૃતક ખેડૂતની પત્નીએ પણ પતિનાં વિરહમાં ઝેરી દવા ગટગટાવતા ગંભીર હાલતમાં સારવારમાં ખસેડવામાં આવી હતી . ખેડૂતે આત્મહત્યા કરતા વિપક્ષના નેતા પરેશ ધાનાણી ચાંદગઢ ખાતે સાંત્વના પાઠવવા પહોંચ્યા હતા.

અમરેલીના ચાંદગઢ ગામે ચાર દિવસ પહેલાં એક ખેડૂત ભરતભાઇ ખુમાણે દેવું વધી જતાં આત્મહત્યા કરી લીધી હતી. આ ખેડુતે ફરજા કુવાની લોન તેમજ પાક ધિરાણની લોન લીધી હતી. આ લોન ભરપાઇ કરી શકે તેમ ન હતા. તેમજ પોતાના ખેતરમાં કપાસનું બે થી ત્રણ વખત વાવેતર કર્યું હતું. આ પાક પણ નિષફળ જશે તેવી તેમને ભીતિ હતી. ભરત ખુમાણે ઝેરી દવા પિતા પોતાની પત્નીને લાગી આવતા તેમણે પણ ઝેરી દવા પીધી હતી. હાલ ભરત ખુમાણના પત્ની દવાખાને સારવાર હેઠળ છે. ત્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણી, વિરજી ઠુમર અને જેની ઠુમર ચાંદગઢ ખેડૂતના ઘરે સાંત્વના પાઠવવા પહોંચ્યા હતા.

મૃતક ખેડૂતની 15 વિઘા જમીનમાં કપાસના છોડ હજુ પણ નાના નાના છે. જે ખેતરની મુલાકાત વિપક્ષના નેતાએ કરી હતી. આ બાબતે વિપક્ષના નેતાએ જણાવ્યું હતું કે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બની ગયો છે. પાકના પોષણક્ષમ ભાવ નથી મળતા. આ બાબતે સરકારે વિચારવું જરૂરી છે.

ચાંદગઢના ખેડૂત ભરત ખુમાણે પાકધિરાણની લોન તેમજ ફરજા કુવાની લોન લીધી હતી. લોન ભરપાઈ નહીં થાય તેવી ચિંતામાં તેમણે તગ 5 તારીખના સાંજના સમયે ઝેરી દવા પી લીધી હતી. તેમને તાત્કાલિક દવા ખાને સાવરાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. પતિના વીયોગમાં પત્નીએ પણ ઝેરી દવા પીધી હતી. જેઓ હાલમાં સારવાર અર્થે દાખલ થયેલા છે.

પાક નિષ્ફળ જવાની ભીતિ અને ખેડૂત દેવાદાર બન્યો હોય ત્યારે ખેડૂતને આત્મહત્યા સિવાય બીજો વિકલ્પ રહેતો ન હોવાથી આગાઉ ધારી તાલુકાના વાઘવડી ગામે ખેડૂતે આત્મહત્યા કરી હતી. બાદ અમરેલીના બીજા ખેડૂતે દેવાના ડુંગર માં દબાયેલા ખેડૂતે આત્મહત્યા કરી છે.

Next Story
Share it