અમરેલીના જાફરાબાદના દરીયાકાંઠે ઉમટી લોકોની ભીડ

90

એક તરફ ગુજરાતમાં વાયુ વાવાઝોડું ફંટાઈ રહ્યું છે. ત્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદના દરીયાકાંઠા પર આવેલ શિકોતર માતાના મંદિરે હાલ ભક્તોની ભીડ જોવા મળે છે.

દરિયાના કાંઠા પર જ આવેલ શિકોતર માતાના મંદિરે દરિયાના વહેંણ નજીકથી પસાર થઈને લોકો બિન્દાસ થઈને મંદિરે દર્શને જઇ રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા કરી હોવાના તંત્રના દાવા પોકળ સાબિત થઈ રહયા છે અને વાયુ વાવાઝોડાના ડર વિના લોકો મંદિરે દર્શનાર્થીઓની ભીડ ઉમટે છે. છતાં તંત્ર હજુ દરીયા કાંઠે સુરક્ષા પુરી પાડવામાં વામણું પુરવાર થઈ રહ્યું છે. તો બીજી તરફ વાવઝોડાને પગલે જાફરાબાદ બંદર પર એલર્ટ જાહેર કરવામાં આવતા જ પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી  જાફરાબાદ બંદર પહોંચ્યા હતા અને માછીમારો સાથે ચર્ચા કરીને તેમની સાથે કોઇ અઘટીત ઘટના ના બને તે માટે સાવધ રહેવા સાથે દરિયો ન ખેડી તેમની બોટોને કિનારે મજબૂતીથી બાંધવાની સૂચના આપી હતી.

 

LEAVE A REPLY