અમરેલીમાં શરૂ કરાયું રાહત રસોડુ, જરૂરિયાત મંદ લોકોને મળશે નિશુંલ્ક ભોજન

0
122

કોરોનાની મહામારીથી સમગ્ર વિશ્વ ત્રાહિમામ પુકારી ઉઠ્યું છે ત્યારે ભારત દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં પક્ષ વિપક્ષ અનુખું સબંધવય જોવા મળ્યું છે. ભાજપ હોય કે કોંગ્રેસ કે હોય બીટીપી તમામ દળના નેતાઑ પ્રજાહિત માટે એક જુથ થયા છે. ગુજરાતના અમરેલી ખાતે અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના પરેશ ધાનાણીએ પોતાના મત વિસ્તારમાં રાહત રસોડુ શરૂ કર્યું છે.

અમરેલી જિલ્લાના કુંકાવાવ અને વડિયામા વિસ્તારમાં રાહત રસોડાના શરૂઆત કરવામાં આવી છે, જેમાં સ્લમ વિસ્તારમાં રહેતા જરૂરિયાત મંદ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવા આવશે, રાહત રસોડા વિશે વધુ વાત કરતાં નેતા પરેશભાઈ ધાનાણીએ જણાવ્યુ હતું કે મહામારીના કારણે લોકો આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે. ત્યારે રોજ કમાયને ખાવા વાળા લોકો વધુ હેરાન પરેશાન થઈ રહિયા છે. આવા જરૂરિયાત મંદ લોકો માટે રાહત રસોડાનો પ્રાંરભ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here