Connect Gujarat
ગુજરાત

અમરેલી : એપીએમસીમાં સર્જાયો ઇતિહાસ,કપાસના વાવેતરમાં આવ્યો સૌથી ઊંચો ભાવ

અમરેલી : એપીએમસીમાં સર્જાયો ઇતિહાસ,કપાસના વાવેતરમાં આવ્યો સૌથી ઊંચો ભાવ
X

સારા વરસાદથી ખેડૂતોના પાકની આશાઓ વધુ ઉજ્જવળ બની છે, ત્યારે આજે અમરેલીના એપીએમસી ખાતે કપાસની પ્રથમ આવક 111 કિલોની થઈ અને ઐતિહાસીક કહી શકાય તેવો રાજ્યનો વિક્રમજનક કપાસનો એક મણે ભાવ રૂપિયા 1952નો ચોંકાવનારો આંકડો હરાજીમાં આવતા ખેડૂતમાં ખુશહાલી વ્યાપી ગઈ છે.

સામાન્ય રીતે નવરાત્રીના સમયગાળામાં નવા કપાસની આવક એપીએમસીમાં થતી હોય છે, પરંતુ આંચકાજનક કહીએ તો આજે અમરેલીના એપીએમસીમાં કપાસની ગાંસડીઓ આવી હતી. પ્રથમવાર આવેલા કપાસ માટે વેપારીઓએ પણ દિલખોલીને બોલી લગાવતા આચર્યજનક કહી શકાય તેવો ભાવ 1952નો મણે બોલાતા ખેડૂતમાં હરખની હેલી ઉપડી હતી.પ્રથમવાર આવેલ કપાસની આ બોલી વિક્રમજનક કહી શકાય તેવા ભાવથી ખેડૂતે આવો ભાવ જળવાઈ રહે તેવી સરકાર પાસે આશાઓ વ્યક્ત કરી હતી.

ગુજરાતના ઇતિહાસમાં રૂપિયા 1952નો નવા કપાસનો ભાવ આવવો એ આંચકાજનક કહી શકાય ત્યારે રૂપિયા 1952માં ખરીદ કરેલ એપીએમસીના વેપારીએ પ્રથમ કપાસની આવક હોય અને ઑપનિંગ હરરાજીમાં આ ભાવે ખરીદ્યાનું નોર્મલ રીતે જણાવ્યું હતું

ગુજરાતના એપીએમસીમાં પ્રથમવાર કપાસ અમરેલીના એપીએમસીમાં આવ્યો હતો અને અખાત્રીજનું વાવેતર હતું. મુખ્યત્વે આ પ્રમાણે ભાવો રહેતા નથી પણ આંચકાજનક કહેવાય તેમ રૂપિયા 1952નો ભાવ અમરેલીના એપીએમસીમાં આવતા એપીએમસીના ચેરમેન પી.પી.સોજીત્રાએ અમરેલી એપીએમસીની સ્થપના થઈ અને આજે 68 વર્ષ બાદ આખા દેશમાં કપાસનો આટલો ઊંચો ભાવ પહેલીવાર અમરેલીના એપીએમસીમાં આવતા ખેડૂત સમાજમાં ખુશીની લાગણી વર્તાઇ હતી.

Next Story