Connect Gujarat
ગુજરાત

અમરેલી જીલ્લાના જાફરાબાદ બંદર પર બોટોના થયા ખડકલા

અમરેલી જીલ્લાના જાફરાબાદ બંદર પર બોટોના થયા ખડકલા
X

અરબ સાગર સમુદ્રમાં વતાવરણ ના પલટાને લઈને અમરેલી જીલ્લાના જાફરાબાદ દરિયા કિનારે ૭૫૦ આસપાસની બોટો કિનારે લાંગરી દેવામાં આવી છે. ચોમાસું નજીકમાં છે ત્યારે સામાન્ય રીતે ૧૫ જુનથી માછીમારી પણ બંધ કરી દેવામાં આવે છે.

પણ આ વખતે અરબસાગર સમુદ્રમાં વાતાવરણ પલટાયું હોય ત્યારે ફીશરીજ વિભાગ દ્વારા ૧૦ જુન સુધીમાં જાફરાબાદ બંદરની ૮૦૦ આસપાસની બોટોને કિનારે લગાવવાની સુચના તંત્ર દ્વારા અપાતા જાફરાબાદ અને આજુબાજુની શીયાળ બેટ, નવાબંદર સહિતની બોટો હાલ જાફરાબાદના બંદર કિનારે પંહોચી ગઈ છે. હજુ પણ દરિયામાં ૫૦ થી ૬૦ આસપાસની બોટો દરિયામાં હોય જે કદાચ સાંજ સુધીમાં અથવા વ્હેલી સવારે જાફરાબાદના બંદરે પંહોચી જવાની છે. હાલ જાફરાબાદના બંદરે બોટોના ખડકલા થઇ ગયા છે.

Next Story