Connect Gujarat

અમરેલી : મહાશિવરાત્રીએ ભાંગના પ્રસાદની શિવભક્તોને થઈ અસર, 40થી વધુ લોકોને હોસ્પિટલ ખસેડાયા

અમરેલી : મહાશિવરાત્રીએ ભાંગના પ્રસાદની શિવભક્તોને થઈ અસર, 40થી વધુ લોકોને હોસ્પિટલ ખસેડાયા
X

અમરેલી જિલ્લામાં આજરોજ દિવસભર મહાશિવરાત્રિના પાવન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શિવાલયોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે ભગવાન શિવના દર્શન, પાલખી યાત્રા, મહાઆરતી સહિત ભક્તો માટે ભાંગની પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે અમરેલીના કેટલાક સ્થળોએ લોકોને ભાંગના પ્રસાદની અસર થવા પામી હતી.

મળતી માહિતી અનુસાર, અમરેલી

જિલ્લામાં મહાશિવરાત્રિના પર્વે ભાંગનો પ્રસાદ લીધા બાદ દિવસભરમાં 44 જેટલા લોકોને

અસર થવા પામી હતી, ત્યારે તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક

108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં ભાંગના પ્રસાદની અસર થઈ હોવાના અમરેલીમાં 9 કેસ, ખાંભામાં 9 કેસ, રાજુલામાં 6 કેસ, બગસરામાં 4 કેસ, સાવરકુંડલામાં 2 કેસ સહિત અન્ય 14 જેટલા કેસ શહેરની વિવિધ ખાનગી હોસ્પીટલમાં નોંધાયા હતા, ત્યારે શિવભક્તોમાં ભાંગના

પ્રસાદની અસર હોવાનો આંક હજુ

પણ વધી શકે તેવું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું

છે.

Next Story
Share it