Connect Gujarat
ગુજરાત

અમરેલી : રાજુલાના પોલીસકર્મીનો બુટલેગર સાથેનો વિડીયો થયો વાયરલ, જુઓ એસપીએ શું કરી કાર્યવાહી

અમરેલી : રાજુલાના પોલીસકર્મીનો બુટલેગર સાથેનો વિડીયો થયો વાયરલ, જુઓ એસપીએ શું કરી કાર્યવાહી
X

અમરેલીના રાજુલા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલનો બુટલેગર આગળ ડંફાસ મારતો વિડીયો વાઇરલ થયાં બાદ એસપી નિર્લિપ્ત રાયે તેને સસ્પેન્ડ કરી દેતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ મથકના પોલીસ કર્મી હરદેવસિંહ જાડેજા નો ગઈકાલે અમરેલી એસ.પી.નિરલિપ્ત રાયે અમરેલી પ્રેસ એન્ડ એલ.સી.બી.નામના ગ્રુપમાં વિડીયો હિન્દીમાં લખાણ સાથે શેર કર્યો હતો. પોલીસ કર્મી હરદેવસિંહ જાડેજા રાજુલાના બુટલેગર ના ઘરે જઈને ડંફાસ મારીને રાજુલામાં અલગ અલગ દારૂના સ્ટેન્ડ મેં આપ્યા હોવાનું વિડીયોમાં જણાવી રહયો છે. વિડીયો અમરેલી એસ.પી. નિર્લિપ્ત રાયે પોલીસ કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો છે. અમરેલીના એ.એસ.પી. પ્રેમસુખ ડેલુંએ જણાવ્યું છે કે, વિડીયો કેટલો જૂનો છે એ અંગે એફ.એસ.એલ.માં ખરાઈ કરવાની કાર્યવાહી શરૂ કરીને હાલ રાજુલા પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Next Story
Share it