Connect Gujarat
ગુજરાત

અમરેલી : “શિક્ષણ આવ્યું પાણીમાં”, માથે ચોપડા લઈ શાળાના બાળકો પાણીમાંથી થાય છે પસાર

અમરેલી : “શિક્ષણ આવ્યું પાણીમાં”, માથે ચોપડા લઈ શાળાના બાળકો પાણીમાંથી થાય છે પસાર
X

રાજ્યની સરકાર “ભણશે ગુજરાત, રમશે ગુજરાત”ના સ્લોગનો લગાવે છે, પરંતુ શિક્ષણ તંત્રની ગુજરાતની વરવી વાસ્તવિકતા અમરેલી જિલ્લાના ખરાપટના સીમરણ ગામમાં જોવા મળી રહી છે. ભારતનું ભવિષ્ય કડકડતી ઠંડીમાં ગોઠણડૂબ પાણીમાં ચાલીને આવી રહ્યું છે, માથા પર સ્કૂલ બેગ અને હાથમાં લંચ બોક્સ પાણીમાં ન પલળે તેની તકેદારી લેતા નાના નાના ભૂલકાઓ પાણીમાં ચાલીને સ્કૂલ આવી રહ્યા છે.

આ છે, અમરેલી જિલ્લાના

સાવરકુંડલા તાલુકાનું સીમરણ ગામ... સીમરણ ગામમાં

ગોઠણડૂબ પાણીમાં ચાલીને આવતું ભારતનું ભવિષ્ય આપ જોઈ શકો છો. એ રીતે માથા પર સ્કૂલ બેગ, હાથમાં લંચ બોક્સ અને પાણીની બોટલ લઈને પડતા આખડતાં પાણીમાંથી

માંડ માંડ પસાર થઈને સીમરણ પ્રાથમિક શાળાએ પહોંચે છે. મુખ્ય કારણ એ કે, સારા વરસાદ બાદ પીવાના પાણીની પારાયણ માંથી છુટકારો

મળ્યો છે, પરંતુ સીમરણ ગામના પાટીયાથી

સીમરણ ગામ સુધીના 3 કિલોમીટર સુધી નર્મદા પાણીના

હેડવર્ક સંપથી લઈને લિકેજિંગ અને સંપ ઓવર ફ્લોનું પાણી છેલા એક દોઢ માસથી વહી રહ્યું છે, તેમ છતાં અમરેલીનું તંત્ર ધૂતરાષ્ટ્રની ભૂમિકા ભજવે છે. અહી વહેતી નદી હોય તેમ પાણીના ભરાયેલા

વહેણમાંથી રોજ સીમરણના નાના ભૂલકાઓ ગોઠણડૂબ પાણીમાં થઈ

શાળાએ ભણવા જઈ રહ્યા છે. પરંતુ સરકારી તંત્રને પાણીનો વેડફાટ નથી દેખાતો, તો ભારતના ભવિષ્યને હાલાકીનો સામનો કરવો પડે છે. દોઢ માસથી બાળકો રોજ આ

રીતે શાળાએ જવા મજબૂર બન્યા

છે.

વિદ્યાર્થીઓ રોજ માથા પર સ્કૂલ બેગ અને હાથમાં લંચ બોક્સ લઈને શાળાએ આવે છે, પણ લંચ બોક્સ પલળી જાય છે. હાલ શિયાળાની શરૂઆતમાં જ કડકડતી ઠંડી પડે છે, ત્યારે ભારતનું ભવિષ્ય પાણીમાં ચાલીને શાળા સુધી આવવા મજબૂર બન્યું છે. શિક્ષકોને પાણીમાં ચાલીને આવવાની ફરિયાદો

વિદ્યાર્થીઓ કરે છે. પરંતુ નાના ભૂલકાઓની તકલીફ અંગે કોઈ દરકાર લેતું નથી, ત્યારે પાણીમાં સાપનો ભય અને દુર્ગંધયુક્ત

પાણીમાંથી પસાર કરવા બાળકોના વાલીઓને કામો પડતા મૂકીને પાણી પસાર કરાવવા આવવું પડે

છે.

126 જેટલા વિદ્યાર્થીઓ સીમરણની પ્રાથમિક શાળામાં ભણી રહ્યા છે, ત્યારે બાળકોને પડતી અગવડતા અંગે ગ્રામ

પંચાયતને જાણ કરી છે. ગ્રામ પંચાયત દ્વારા પણ તંત્રને રજુઆત કરાઈ છે. નર્મદા

પાણીની હેડવર્કમાંથી નીકળતું ઓવર ફ્લો પાણી અને લિકેજિંગ પાણીથી શાળા સુધી પાણી

પહોંચ્યું છે. જેના કારણે રોજના 40 ગામડાઓને પાણી પૂરું પાડે તેટલું પાણી વેસ્ટ થઈ જાય છે. અહી પાણીનો

ભરાવો થઈ રહ્યો છે, છતાં તંત્ર ધ્યાન નથી આપતું હોય તેમ સીમરણ ગામના ઉપ સરપંચ જણાવે છે. નર્મદા હેડવર્કથી

સીમરણ જીરા સુધી પહોંચેલ પાણી સીમરણ શાળા નજીકથી વેસ્ટ જતું હોવાથી શાળાના નાના

ભૂલકોને પાણીમાં ચાલીને જવું પડે છે, ત્યારે શિક્ષણ

તંત્ર સામે ઘણા સવાલો ઉભા

થયા છે.

Next Story
Share it