Connect Gujarat

અમારે એક લાખ રૂપિયામાંથી 50 હજાર રૂપિયા ગાંધીનગર મોકલવા પડે છે, વાંચો કોણે કર્યું સ્ટિંગ ઓપરેશન અને કોણે માંગી હતી લાંચ.

અમારે એક લાખ રૂપિયામાંથી 50 હજાર રૂપિયા ગાંધીનગર મોકલવા પડે છે, વાંચો કોણે કર્યું સ્ટિંગ ઓપરેશન અને કોણે માંગી હતી લાંચ.
X

ધીરધારનું લાયસન્સ લેવા

માટે રૂપિયા 60 હજારની લાંચ લેતા જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના ધીરધાર

વિભાગના વર્ગ-3ના કર્મચારીને વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખાએ

રંગેહાથ ઝડપી પાડ્યા હતા. લાયસન્સ માટે અરજી કરનાર અરજદારે સરકારી કર્મચારીનું

લાંચ માંગતું સ્ટીંગ કરી લીધું હતું. જે વિડીયો પણ વાયરલ થયો છે. લાંચ લેતા

કર્મચારીએ અરજદાર પાસે રૂપિયા 1 લાખની લાંચની માંગણી કરી

હતી.

શહેરના કારેલીબાગ

વિસ્તારમાં આવેલ મુખ્યમંત્રી આવાસમાં સ્કાય હાર્મોનીયમમાં જે ટાવરના 703 નંબરના મકાનમાં દિલીપભાઇ ધનજીભાઇ મકવાણા રહે છે. તેઓએ

નર્મદાભુવન સ્થિત રજિસ્ટ્રારની કચેરીમાં ધીરધારના વ્યવસાય માટે લાયસન્સ માટે અરજી

કરી હતી. જે અરજી બાદ તેઓ કર્મચારી વિપુલ ગાંધીને મળ્યા હતા. વિપુલ ગાંધીએ લાયસન્સ

કાઢી આપવા માટે રૂપિયા 1 લાખની લાંચની માંગણી કરી હતી. જે તડજોડના અંતે રૂપિયા

60 હજાર નક્કી થયા હતા.

અરજદાર દિલીપભાઇ મકવાણાએ

રજિસ્ટાર કચેરીના કર્મચારી વિપુલ ગાંધીએ લાયસન્સ કાઢી આપવા માટે કરેલી લાંચની

માંગણીનું સ્ટીંગ કરી લીધું હતું. સ્ટીંગમાં કર્મચારી વિપુલ ગાંધી જણાવે છે કે, અમારે રૂપિયા 1 લાખમાંથી

રૂપિયા 50 હજાર ગાંધીનગર સુધી પહોંચાડવા પડે છે. અરજદાર

દિલીપભાઇ મકવાણાએ સ્ટીંગ કરેલ વિડીયો અને મૌખીક વિપુલ ગાંધી સાથે થયેલી વાતચિતની

વિગતો સાથે એ.સી.બી.માં ફરિયાદ નોંધાવી હતી.

એ.સી.બી.એ ફરિયાદના

આધારે સાંજે છટકું ગોઠવીને રજિસ્ટાર કચેરીના ધીરધારનું લાયસન્સ આપવાનું કામ કરતા

વર્ગ-3ના કર્મચારી વિપુલ ગાંધીને રૂપિયા 60 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. એ.સી.બી.એ તેઓ

સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે તેઓના ઘરે મોડી રાત્રે એ.સી.બી.એ

સર્ચની પણ કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story
Share it