Top
Connect Gujarat

અમિતાભ અને આમિર ખાન અભિનીત ફિલ્મનું બજેટ વધારાશે

અમિતાભ અને આમિર ખાન અભિનીત ફિલ્મનું બજેટ વધારાશે
X

અમિતાભ બચ્ચન અને આમિર ખાન કારકિર્દીમાં પ્રથમ વખત સાથે કામ કરી રહ્યા છે. હાલ આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યુ છે. પરંતુ તેના બજેટમાં રૂપિયા 10 કરોડ વધારવાનો નિર્ણય નિર્માતા યશરાજ ફિલ્મ્સે લીધો છે.

સૂત્રના જણાવ્યા પ્રમાણે પહેલા આ ફિલ્મનું બજેટ રૂપિયા 90 કરોડ નક્કી કરવામાં આવ્યુ હતુ. પરંતુ યશરાજ ફિલ્મ્સનો આ ખાસ પ્રોજેક્ટ હોવાથી રૃપિયાની કમી ફિલ્મને પ્રભાવિત ન કરે તેવું આદિત્ય ચોપરા ઇચ્છે છે. તેથી તેમણે આ ફિલ્મનું બજેટ રૂપિયા 10 કરોડ વધારી દીધુ છે. આ ફિલ્મ સમુદ્રી ડાકુ પર આધારિત છે. અને અમિતાભ અને આમિર ખાન સમુદ્રના ડાકુનાં પાત્ર ભજવી રહ્યા છે.

આ ફિલ્મને આંતરરાષ્ટ્રીય સ્તરની બનાવવા માટે વિદેશી ટેકનિશયનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં શાહરૃખ ખાન પણ નાનકડી ભૂમિકા ભજવે તેવી શક્યતા છે. જોકે આ વાતની નિર્માતાએ પુષ્ટિ આપી નથી. આ ફિલ્મમાં અભિનેત્રી તરીકે કેટરિના કૈફ અને ફાતિમા સના શેખ પણ કામ કરી રહ્યા છે.

Next Story
Share it