Top
Connect Gujarat

અમિતાભ બચ્ચનના ઘરની મુલાકાત યુવકને પડી મોંઘી, જાણો કેમ?

અમિતાભ બચ્ચનના ઘરની મુલાકાત યુવકને પડી મોંઘી, જાણો કેમ?
X

સોમવારે મુંબઇમાં સદીના મેગા સ્ટાર અમિતાભ બચ્ચનના ઘરે બળજબરીપૂર્વક પ્રવેશ કરનાર પૂનાના યુવાનની ધરપકડ કરાઇ હતી.

આજે 1 ઓગષ્ટ, સોમવારે મુંબઇમાં જૂહુ સ્થિત સદીના મહાનાયક બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચનના ઘરે એક યુવાને બળજબરીપૂર્વક પ્રવેશ કર્યો હતો. આ યુવાનનું નામ બુલેટ યાદવ હોવાનું પોલીસે જણાવ્યું છે. બુલેટ યાદવ અમિતાભ બચ્ચન માટે ભોજપુરી ગીત ગાવા ઇચ્છતો હતો અને એ જ કારણસર તેણે ઘણીવાર બચ્ચનનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મુલાકાત કે વાતચીત ન થતાં આજે બુલેટ યાદવે બચ્ચનના ઘરમાં બળજબરીપૂર્વક પ્રવેશ કર્યો હતો. આ અંગે મુંબઇ પોલીસે બુલેટ યાદવની આઇપીસીની કલમ 447 હેઠળ ધરપકડ કરી જેલ ભેગો કર્યો છે.

Next Story
Share it