Connect Gujarat
ગુજરાત

અમિત શાહની જગ્યાએ પુત્ર જય શાહ મત ગણતરી કેન્દ્ર પર પહોંચ્યા..!

અમિત શાહની જગ્યાએ પુત્ર જય શાહ મત ગણતરી કેન્દ્ર પર પહોંચ્યા..!
X

અમિત શાહની ચૂંટણીનું તમામ સંચાલન પણ જય શાહે કર્યું હતું

ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાલ દેશની અન્ય લોકસભાના બેઠકના પરિણામો પર નજર રાખવા દિલ્હી ભાજપ કાર્યાલય ખાતે હોવાથી તેમના મતગણતરીના સ્થળે તેમના બદલે તેમના પુત્ર જય અમિત શાહ ભાજપના નેતાઓ સાથે સવારે સાડા સાત વાગ્યા પહોંચી ગયા હતા.

અમિત શાહની ચૂંટણીનું સંચાલન પણ જય અમિત શાહ કરી રહ્યા હતા. ત્યારે મતગણતરી કેન્દ્રમાં પણ જય શાહ પહોંચી ગયા હતા.ત્યાંથી તેઓ અમિત શાહ સાથે સીધો સંપર્ક કરીને પરિણામની સતત માહિતી પહોંચાડશે. તેવું ભાજપના જય શાહ સાથેના આગેવાનોએ જણાવ્યું છે.

Next Story