Connect Gujarat
ગુજરાત

આનંદીબેન પટેલ ના ઉત્તરાધિકારી માટે ની કવાયત તેજ બની

આનંદીબેન પટેલ ના ઉત્તરાધિકારી માટે ની કવાયત તેજ બની
X

ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું અમદાવાદ માં આગમન

ગુજરાત ના મુખ્યમંત્રી પદે થી આનંદીબેન પટેલે રાજીનામુ આપી દીધા બાદ તેઓના ઉત્તરાધિકારી ની ગતિવિધિ ભાજપ મોવડીઓ દ્વારા તેજ કરવામાં આવી છે.ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ અમદાવાદ આવ્યા છે અને બે દિવસનું રોકાણ તેઓ કરશે,તેમજ તારીખ 5મી ઓગષ્ટ ના રોજ નવા CM ની જાહેરાત કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

આનંદીબેન પટેલ ના સ્વૈચ્છીક રાજીનામા બાદ સૌથી મોટી અટકળ તેમના સ્થાને મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે ની થઇ રહી છે.તારીખ 3જી ના રોજ આનંદીબેન પટેલે નું દિલ્હી ખાતે ભાજપ હાઇકમાન્ડ ની બેઠક માં રાજીનામુ મંજુર કરવામાં આવ્યું હતું,જયારે તેઓએ સાંજના સમયે રાજ્યપાલ ઓ.પી.કોહલી ને પણ રાજીનામુ સુપ્રત કર્યું હતું.

રાજ્ય ના મુખ્યમંત્રી ના પદ માટે ની કવાયત ભાજપ દ્વારા તેજ કરવામાં આવી છે,ગુજરાત માં ભાજપ ના નિરીક્ષકો બાદ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ અમદાવાદ આવી પહોંચ્યા છે.બે દિવસ તેઓ રોકાશે.

કહેવાય છે કે મુખ્યમંત્રી પદ માટે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ,પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી અને રાજ્યના મંત્રી નીતિન પટેલ ના નામો ની ચર્ચા થઇ રહી હતી,પરંતુ અમિત શાહ સંગઠન નું જ કામ કરશે તેવા વેંકૈયા નાયડુ ના નિવેદન બાદ માત્ર વિજય રૂપાણી અને નીતિન પટેલ આ રેસ માં હતા,ત્યારે વિજય રૂપાણી એ પણ સંગઠન ની જ ધુરા સંભાળવાની વાત કરતા હવે નીતિન પટેલ CM પદે નિશ્ચિત હોવાની ચર્ચા ઓ પણ તેજ બની છે.

જોકે તારીખ 5મી ઓગષ્ટે ભાજપ વિધાનસભા ની બેઠક મળશે,આ બેઠક માં પક્ષના કેન્દ્રીય નિરીક્ષકો નીતિન ગડકરી,સરોજ પાંડે પણ ગુજરાત આવશે.અને ત્યારે મુખ્યમંત્રી ના નામ ની જાહેરાત કરવામાં આવશે અને આજ દિવસે શપથવિધી પણ કરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Next Story
Share it