Top
Connect Gujarat

અમિત શાહ ગુજરાતના ત્રણ દિવસનાં સંગઠનનાં પ્રવાસે

અમિત શાહ ગુજરાતના ત્રણ દિવસનાં સંગઠનનાં પ્રવાસે
X

ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મંગળવારથી ત્રણ દિવસનાં ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ ત્રણ દિવસ દરમિયાન તેઓ પ્રદેશનાં આગેવાનો, મોરચાના હોદેદારો, બક્ષીપંચ, સહકારી આગેવાનો સહિત વિવિધ આયામ પ્રકલ્પ તેમજ ચૂંટણી મેનેજમેન્ટ, સંકલ્પપત્ર સમિતિ સહિત વિવિધ વિભાગો સાથે બેઠક કરશે.

પંડીત દીનદયાલ ઉપાધ્યાય વિસ્તારક યોજના મુજબ તેઓ જૂદા જૂદા સંગઠનો સાથે તેના હોદેદારો સાથે સંગઠનને મજબૂત બનાવવા માટેની ચર્ચા કરશે, તેમજ ચૂંટણીમાં તેનો કઇ રીતે ઉપયોગ કરવો તેનું માર્ગદર્શન આપશે.

Next Story
Share it