Connect Gujarat

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પનું એરફોર્સ-1 વિમાન 24 ફેબ્રુઆરીએ સવારે 11:55 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પનું એરફોર્સ-1 વિમાન 24 ફેબ્રુઆરીએ સવારે 11:55 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે
X

અમદાવાદની મુલાકાતે તા. 24 ફેબ્રુઆરીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, ત્યારે હવે તેમના કાર્યક્રમને લઈને તમામ તૈયારીઓ પૂર્ણતાને આરે આવી છે. જેમાં ખાસ કરીને અમદાવાદ શહેરમાં નિર્માણ પામેલા મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાનાર “નમસ્તે ટ્રમ્પ” કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

અમદાવાદ એરપોર્ટ ખાતે તા. 24 ફેબ્રુઆરીએ સવારે 11:55 કલાકે ટ્રમ્પનું

એરફોર્સ-1 વિમાન પહોંચશે, જ્યાં અમેરિકન રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે, ત્યાર બાદ પીએમ મોદી અને ડોનાલ્ડ

ટ્રમ્પ એરપોર્ટથી ગાંધી આશ્રમ જવા રવાના થશે. ગાંધી આશ્રમ બાદ એરપોર્ટ સર્કલ અને

ઈન્દિરા બ્રિજ થઈ મોટેરા સ્ટેડિયમ સુધીના 22 કિલોમીટરનો રોડ-શો યોજી બપોરે 1:15

વાગ્યે બન્ને નેતાઓ મોટેરા સ્ટેડિયમ ખાતે પહોંચશે. જેમાં 28 રાજયો પોતપોતાની વિવિધ

સંસ્કૃતિઓ રજૂ કરશે. અમદાવાદમાં રોડ-શો દરમ્યાન 10 હજારથી વધુ પોલીસ જવાનો રસ્તાની

બન્ને તરફ સુરક્ષામાં તૈનાત રહેશે.

અમદાવાદ ખાતે આવી રહેલા અમેરિકન રાષ્ટ્રપતિના સુરક્ષાકર્મીઓ માટે મર્સિડિઝ, BMW સહિત હાઈ સિક્યોરિટીના ફિચર્સ ધરાવતી લગભગ 300 જેટલી

કારની વ્યવસ્થા કરવામાં આવી છે. જે કાર ફક્ત અમેરિકન પ્રમુખની સુરક્ષામાં તૈનાત

લોકો માટે જ કાર્યરત રહેશે. ઉપરાંત મોટેરા સ્ટેડિય ખાતે “નમસ્તે

ટ્રમ્પ” કાર્યક્રમમાં પહેલા

પીએમ મોદી અને ત્યાર બાદ ટ્રમ્પ દ્વારા પોતાનું ભાષણ આપવામાં આવશે, ત્યારે ગુજરાતની પરંપરાના ભાગરૂપે

ટ્રમ્પને ભેટસ્વરૂપે વિશ્વ વિખ્યાત એવું પાટણનું પટોળું અને વર્લ્ડ હેરિટેજ

સાઈટમાં સ્થાન ધરાવતી પાટણની “રાણી કી વાવ”ની પ્રતિકૃતિ પીએમ મોદીના હસ્તે આપવામાં

આવશે. અમદાવાદ ખાતેનો સમગ્ર કાર્યક્રમ પૂર્ણ કરી બપોરે 3:30 કલાકે ટ્રમ્પ દિલ્હી

જવા રવાના થશે.

Attachments

area

Next Story
Share it