Connect Gujarat
સમાચાર

અમેરિકાની IBMના 7 સોફ્ટવેર પ્રોડક્ટ્સને HCL રૂપિયા 12,780 કરોડમાં ખરીદશે

અમેરિકાની IBMના 7 સોફ્ટવેર પ્રોડક્ટ્સને HCL રૂપિયા 12,780 કરોડમાં ખરીદશે
X

આઈટીની જાયન્ટ એચસીએલ ટેક્નોલોજીસ હવે અમેરિકન કંપની આઈબીએમની 7 સોફ્ટવેર પ્રોડક્ટ્સને ખરીદવા જઈ રહી છે. જેના માટે રૂપિયા 12,780 કરોડ (1.8 કરોડ ડોલર)નો ખર્ચ કરશે. એચસીએલ ટેકે ગુરુવારે જ આ અંગેની માહિતી આપી દીધી હતી. આ એચસીએલનું અત્યાર સુધીનું સૌથી મોટું હસ્તાંતરણ છે. આ સોદો આગામી વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.

અમેરિકન સોફ્ટવેર કંપની આઈબીએમ જે 7 સોફ્ટવેર પ્રોડક્ટ્સને વેચી રહ્યું છે. જેમાં બિગફિક્સ, યુનિકા અને કનેકશન્સનો સમાવેશ થાય છે. બિગફિક્સ સિક્યોર ડિવાઈસ મેનેજમેન્ટ સાથે સંકળાયેલું સોફ્ટવેર છે. જ્યારે યુનિકા માર્કેટિંગ ઓટોમેશન અને કનેકશન્સ વર્કસ્ટ્રીમ કોલોબ્રેશન પ્રોડક્ટ છે.

એચસીએલનો સોફ્ટવેર સર્વિસ બિઝનેસ ગત ત્રિમાસમાં 21 ટકા વધીને રૂ. 8,711 કરોડ રહ્યો હતો. આઈબીએમના સોફ્ટવેર વેચાણમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ઘટાડો જોવા મળે છે. જેને પગલે કંપનીની ત્રિમાસિક આવકને પણ ફટકો પડ્યો છે.

Next Story