Connect Gujarat

અયોધ્યાના ચુકાદાની અસર : વિવિધ સ્થળોએ ઇદે મિલાદના જુલુસ મોકુફ

અયોધ્યાના ચુકાદાની અસર : વિવિધ સ્થળોએ ઇદે મિલાદના જુલુસ મોકુફ
X

અયોધ્યામાં વિવાદીત જગ્યા અંગે સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ કોમી એકતા અને ભાઇચારાનો માહોલ જળવાઇ રહે તે માટે મુસ્લિમ સમુદાય દ્વારા ઇદે મિલાદના જુલુસ રદ કરવામાં આવ્યાં છે.

દેશની સલામતી અને શાંતિ ભાઈચારાને કેન્દ્ર સ્થાને રાખી રવિવારના રોજ ભરૂચ શહેરમાં ફૂરજા રોડ ઉપરથી નીકળનારૂં ઈદ-એ-મિલાદુન્નબીનું જુલુસ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.બાદશાહી મસ્જીદ ચોક ખાતેથી નીકળનાર ઝુલુસ મોકૂફ રાખવાનો નિર્ણય આયોજકો દ્વારા લેવામાં આવ્યો છે. સુરત અને અમદાવાદ શહેરમાં પણ ઇદે મિલાદના જુલુસ રદ કરવામાં આવ્યાં છે.

Next Story
Share it