Connect Gujarat
ગુજરાત

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો ચુકાદો, રાજનીતિક પક્ષોની આવી પ્રતિક્રિયા

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો ચુકાદો, રાજનીતિક પક્ષોની આવી પ્રતિક્રિયા
X

અયોધ્યાની

વિવાદીત જગ્યા પર રામ મંદિર બનાવવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાને રાજકીય પક્ષોએ

આવકાર્યો છે. કોર્ટના ચુકાદાનું સન્માન કરી દેશવાસીઓને શાંતિ અને એકતા જાળવી રાખવા

આગેવાનોએ અપીલ કરી છે.

અયોધ્યા

વિવાદ કેસમાં 40 દિવસની

સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે શનિવારે પોતાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. કોર્ટે

પોતાના ચુકાદામાં કહ્યું છે કે અયોધ્યામાં વિવાદિત સ્થળ પર રામ મંદિર બનાવવામાં

આવશે. જ્યારે મુસ્લિમ પક્ષને અયોધ્યામાં 5 એકર અલગ જમીન આપવામાં આવશે, જેના પર તેઓ મસ્જિદ બનાવી શકે છે. રામ

મંદિરના નિર્માણ માટે કોર્ટે કેન્દ્ર સરકારને ત્રણ મહિનાની અંદર ટ્રસ્ટ બનાવવાનો

આદેશ આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ જજોની ખંડપીઠે

સર્વાનુમતે આ ચુકાદો આપ્યો હતો.

સુપ્રીમ

કોર્ટના નિર્ણય બાદ આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું કે સંઘ સુપ્રીમ કોર્ટ તરફથી

દેશની જાહેર ભાવના અને વિશ્વાસને ન્યાય આપવાના નિર્ણયને આવકારે છે.

બાબા

રામદેવે કહ્યું કે આ ખૂબ જ ઐતિહાસિક ફેંસલો છે. દેશ વિશ્વાસ નહીં પણ બંધારણ સાથે

ચાલે છે, જે આજે

મહત્વપૂર્ણ બની ગયો છે. ચુકાદામાં, મુસ્લિમ પક્ષ માટે આદર રાખવામાં આવ્યો

હતો અને તેમને મસ્જિદ માટે જગ્યા આપવામાં આવી હતી. તે વધુ સૌમ્ય હોઈ શકે નહીં.

કોંગ્રેસના

રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ ચુકાદાને આવકારે છે. અમે દેશમાં કાયદો

અને વ્યવસ્થા અને શાંતિ જાળવવા અને બંધારણનો આદર કરવા તમામ ધર્મ અને સમુદાયોને

અનુરોધ કરીએ છીએ.

બિહારના

મુખ્ય પ્રધાન નીતીશ કુમારે કહ્યું, 'દરેક વ્યક્તિએ આ નિર્ણય માનવો જોઈએ અને આ

નિર્ણય પર આગળ કોઈ વિવાદ ન થવો જોઈએ.

મુસ્લિમ પક્ષકાર ઇકબાલ અન્સારીએ કહ્યું કે કોર્ટે જે નિર્ણય કર્યો તે સાચો

છે. અમે પહેલાથી જ કહીએ છીએ કે કોર્ટ જે પણ નિર્ણય લેશે તે સ્વીકાર્ય છે. હવે

સરકારે નિર્ણય કરવો પડશે કે તે અમને જમીન ક્યાં આપે છે.

Next Story