Top
Connect Gujarat

અરબી સમુદ્ર માંથી વાયુ વાવાઝોડા ના પગલે હાંસોટ તાલુકાના સાત ગામોને એલર્ટ

અરબી સમુદ્ર માંથી વાયુ વાવાઝોડા ના પગલે હાંસોટ તાલુકાના સાત ગામોને એલર્ટ
X

અરબી સમુદ્ર માંથી વાયુ વાવાઝોડા ના પગલે હાંસોટ તાલુકાના સાત ગામોને એલર્ટ કરવા માટે હાંસોટ મામલતદર કચેરી ના સભાખંડ ખાતે તાલુકાના સરપંચો, તલાટીઓ, તથા આગૅવાનો ને હાજર રાખી નાયબ કલેકટર રમેશ ભાગોરા ના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજવામાં આવી હતી.

હવામાન વિભાગ દ્વારા મળેલ માહિતી અનુસાર અરબી સમુદ્ર માંથી વાયુ વાવાઝોડાં માં ૭૦ થી ૧૩૫ કિ. મી. ઝડપે પવન ફૂંકાવાની શક્યતા નાં પગલે સાત ગામો સમલી, કંટીયાજાલ, વમલેશ્વર, કતપોર, અંભેટા, પારડી અને હાંસોટ ગામોનાં લોકોને વાયુ વાવાઝોડા વિષે માહિતી તથા સૂચના આપી એલર્ટ કરવા માટે આજરોજ હાંસોટ મામલતદર કચેરી ના સભાખંડ મા સાત ગામો ના સરપંચો, તલાટીઓ તથા આગૅવાનો ને હાજર રાખી નાયબ કલેકટર રમેશ ભાગોરા શ્રી એ વાયુ વાવાઝોડા સમયે સતર્ક રહી યોગ્ય કામગીરી વિષે સુચનો કર્યા હતા તથા માછીમારો એ વાયુ વાવાઝોડુ પુરુ ન થાય ત્યાં સુધી દરિયા માં માછીમારી નહીં કરવા જણાવ્યું હતું.

Next Story
Share it