Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : અમદાવાદના બુટલેગરને વિદેશી દારૂ સાથે શામળાજી પોલિસે ઝડપ્યો

અરવલ્લી : અમદાવાદના બુટલેગરને વિદેશી દારૂ સાથે શામળાજી પોલિસે ઝડપ્યો
X

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ થોડો સમય ભૂગર્ભ જતા રહેલા બુટલેગરો ફરીથી સક્રિય થતા નાના-મોટા વાહનો મારફતે વિદેશી દારૂ ઘુસાડાયા પ્રયત્નશીલ બન્યા છે. શામળાજી પોલીસે અમદાવાદના ગોતા વિસ્તારમાં કર્મચારી સોસાયટી ચાણક્યપુરી રહેતા સંજય પ્રભુદાસ ડામોર ને ઈન્ડિગો કારમાં વિદેશી દારૂના રૂ.૨૬૩૫૦/-ના જથ્થા સાથે રાજસ્થાન તરફથી પ્રવેશતો રતનપુર ચેકપોસ્ટ નજીક થી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

અરવલ્લી જિલ્લામાં એક બાદ એક દારૂના અડ્ડાઓ પર પોલીસની તરાપ જોવા મળી રહી છે તો બીજી બાજુ રાજસ્થાન સીમા પરથી દારૂ પકડવાની સીલસીલો યથાવત્ જ રહ્યો છે. રાજસ્થાન તરફથી આવતા વાહનોના સઘન ચેકિંગ દરમિયાન રાજ્યમાં ગેરકાયદેસર પ્રવેશ કરાવતા ભારતીય બનાવટનો વિદેશી દારૂને પોલિસે પકડી પાડ્યો છે. શામળાજી પોલિસ સ્ટેશનના પોલિસ સબ ઇન્સપેક્ટર કે. વાય. વ્યાસ અને તેમનો સ્ટાફ રાણપુર નજીક અણસોલ ગામની સીમ નજીક ચેકિંગ હતાં ત્યારે ટાટા ઇન્ડિયા કાર નંબર GJ 01 CT2508 નઈ તપાસ કરતા તેમાંથી દારૂની કુલ બોટલ 31 નંગ, દારૂની કુલ કિંમત રૂ.૨૬૩૫૦/- સહિત ગાડી અને એક મોબાઇલ ફોન સાથે આરોપી સંજયકુમાર પ્રભુદાસ ડામોર ને ઝડપી પાડી જેલના હવાલે મોકલી દીધો હતો પોલિસે દારૂ સહિત કુલ 2,28,350 મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Next Story