Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : આકરૂન્દમાં દિવાલ ધરાશાયી થતાં 6 વર્ષિય બાળકનું મોત

અરવલ્લી : આકરૂન્દમાં દિવાલ ધરાશાયી થતાં 6 વર્ષિય બાળકનું મોત
X

અરવલ્લી જિલ્લામાં ક્યાંક મેઘ મહેર તો ક્યાંક મેઘ કહેર જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે મકાન પડી જવાની ત્રીજી ઘટના બની છે જેમાં આકરૂંદ ગામે બાળકનું મોત થયું છે. આકરૂન્દ ગ્રામ પંચાયત વિસ્તારમાં ભારે વરસાદને કારણે મકાનની દિવાલ ધરાશાયી થતાં.

વૈદિક બાબુભાઈ પગી નામના 6 વર્ષના બાળકનું મોત થયું છે. બાળક આકરૂન્દ પ્રાથમિક શાળામાં ધોરણ 1 માં અભ્યાસ કરતો વૈદિક મિત્ર સાથે રમત રમી રહ્યો હતો એ દરમિયાન વરસાદને કારણે એક જૂની માટીના મકાનની દીવાલ અચાનક ધરાશાયી થઇ હતી. અચાનક દિવાલ પડતાં બન્ને મિત્રો ઇજાગ્રસ્ત થયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વૈદિકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, આખરે જિંદગી સામેનો આખરી ઝંગ હારી ગયો હતો. ઇજાગ્રસ્ત થયેલ અન્ય એક બાળક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો છે. ઘટનાની જાણ થતાં આકરૂન્દ ગામના સરપંચ લલીતાબેન પટેલ, આકરૂન્દ ગામના ડેપ્યુટી સરપંચ દિનેશભાઈ પટેલ સહિત આગેવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બાળકના મોતથી સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી હતી.

Next Story
Share it