અરવલ્લી : આખરે 7 વર્ષ પછી રેસ વૉકિંગમાં ભરતને બ્રોન્ઝ મેડલ, બાબુભાઈ પણુચા જિલ્લાનું ગૌરવ

વર્લ્ડ રેસ વોકિંગમાં આખરે સાત વર્ષ પછી ભારતને બ્રોન્જ મેડલ મળ્યો છે. જેમાં અરવલ્લી જિલ્લાના આંબાવાવના વતની એવા બાબુભાઈ પણુચા પણ છે. ભારતીય ટીમનું નેતૃત્વ કરનાર ભારતીય ટીમના ત્રણ ખિલાડીઓ પૈકી એક ગુજરાતના અને તેમાંય અરવલ્લી જિલ્લાના છે, જેથી જિલ્લાની જનતામાં ખુશી પ્રસરી છે. વર્ષ 2012માં રશિયાના સારાન્સ્ક ખાતે આયોજિત આઈ.એ.એફ વર્લ્ડ રેસ વોકિંગની વીસ કિલો મિટરની પુરૂષ પ્રતિયોગીતામાં ગુજરાતના બાબુભાઇ સહિત અન્ય બે ખેલાડીઓએ કે.ટી.ઇરફાન અને સુરિન્દ્ર સિંઘની ટીમ મેડલથી એક ડગલુ દૂર હતી.
પણ બીજા ક્રમાંકે આવનાર અને સિલ્વર મેડલ જીતનાર યુક્રેનની ટીમના એક ખેલાડી ડોપિંગ ટેસ્ટમાં પોઝિટિવ આવતા મેડલ પરત ખેંચી લેવાયો છે, અને ચોથા ક્રમાંકે આવનાર ભારતીય ટીમને હવે બ્રોન્જ મેડલ આપવામાં આવશે. વર્ષ 2012માં આયોજિત વર્લ્ડ રેસ વોકિંગમાં ચીનએ ગોલ્ડ, યુક્રેનએ સિલ્વર તેમજ ઓસ્ટ્રેલિયાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો, ત્યારે ભારતીય ટીમ ચોથા નંબરે રહી હતી, પણ યુક્રેનની ટીમ ડોપિંગ ટેસ્ટમાં પોઝિટિવ આવતા સાત વર્ષ પછી ભારતની વર્લ્ડ વોક રેસિંગમાં બ્રોન્ઝ મેડલ મળ્યો છે. આ અંગે એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયાએ ટ્વીટ કરીને જાણકારી શેર કરી છે. તો અરવલ્લીના વોક રેસિંગના ખેલાડી બાબુભાઈ પણુચાએ પણ ખુશી વ્યક્ત કરી છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
રાજયમાં આજે નવા કોરોનાના કેસનો આંકડો 500ની પાર, નવા 529 કેસ નોંધાયા
29 Jun 2022 5:29 PM GMTભરૂચ: કલેકટર કચેરી નજીક વૃક્ષ પરથી સાપને પકડી સુરક્ષિત જગ્યાએ છોડી...
29 Jun 2022 4:36 PM GMTઉદયપુરમાં થયેલ કન્હૈયાલાલની હત્યાની આગ અમદાવાદમાં ભભૂકી, VHP-બજરંગ દળે ...
29 Jun 2022 4:15 PM GMTભરૂચ: જિલ્લામાં આજે કોરોનાના 10 પોઝિટિવ કેસ નોંધાયા, વધતા કેસ ચિંતાજનક
29 Jun 2022 3:48 PM GMTજુનાગઢ : હવે, તમને પ્લાસ્ટિકના બદલામાં મળશે 'પ્રાકૃતિક' ભોજન, જુઓ...
29 Jun 2022 3:11 PM GMT