Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : એક્ટિવા ચાલકને બચાવવા જતા રીક્ષાએ મારી પલટી, જુઓ સીસીટીવી વિડિયો

અરવલ્લી : એક્ટિવા ચાલકને બચાવવા જતા રીક્ષાએ મારી પલટી, જુઓ સીસીટીવી વિડિયો
X

અરવલ્લી

જિલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં સતત નોંધપાત્ર વધારો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. વાહન ચાલકો નિયમોનું પાલન કર્યા વિના બેફામ રીતે વાહન

હંકારી પોતાની તેમજ અન્ય લોકોની જિંદગી જોખમમાં મૂકતાં હોય તેવો વીડિયો

સામે આવ્યો છે.

અરવલ્લી

જિલ્લાના ભિલોડા તાલુકાના મોહનપુર નજીક રિક્ષા ચાલક એક્ટીવા

ચાલકને બચાવવા જતાં રિક્ષા પલટી મારી ગઇ હતી. રિક્ષા પલટી જતાં રિક્ષામાં સવાર મુસાફરો પૈકી બે લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની સમગ્ર ઘટના નજીકના પેટ્રોલ

પંપમાં લાગેલા સીસીટીવે કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં જોઇ શકાય છે કે, એક્ટિવા ચાલક કોઇ જ સિગ્નલ આપ્યા વિના વળવાનો

પ્રયાસ કરી રહ્યો છે. રિક્ષા ઓવરટેક કરી એક્ટિવા ચાલકની સાઈડ કાપે છે, ત્યારે અચાનક રિક્ષા ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા રિક્ષા પલટી મારી ગઈ હતી. જો કે, અકસ્માતની ઘટનામાં સદનસીબે મોટી જાનહાની ટળી હતી.

Next Story
Share it