અરવલ્લી : એટીએમ માંથી 32 લાખની ચોરી કરનાર ગેંગના ઇસમોની ધરપકડ કરતી LCB પોલીસ

ગત મહિને અરવલ્લી જિલ્લાના બાયડમાં થયેલી એટીએમ ચોરીનો ભેદ અરવલ્લી જિલ્લા પોલિસે ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. તો અન્ય એક યુવતી તેમજ એક શખ્સને પકડવા પોલિસે કવાયત હાથ ધરી છે.
જુલાઈ મહિનામાં બાયડ સ્ટેટ બેંકના એટીએમમાંથી ચોરી કરનાર ઇસમોની અરવલ્લી જિલ્લા એલ.સી.બીએ હરિયાણાથી ઝડપી પાડ્યા છે. જુલાઈ મહિનામાં બાયડ નંદ કોમ્પ્લેક્ષમાં આવેલા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમને ગેસ કટરથી તોડી તસ્કરોએ બત્રીસ લાખ જેટલી રોકડની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જેને લઇને જિલ્લા પોલિસ વડાએ જિલ્લા એલસીબીને તપાસ સોંપી જુદી જુદી ટીમો બનાવી હતી. ત્યારે પોલિસે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી કેમેરા અને વાત્રક ટોલપ્લાઝા સહીત અન્ય ટોલપ્લાઝા પર લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે ચોરીનો ભેદ ઉકેલવામાં જિલ્લા એલસીબી પીઆઈ નાગજી રબારી અને તેમની ટીમને સફળતા મળી છે. જિલ્લા એલસીબી પોલીસે સ્વીફ્ટ ડિઝાયર કાર નંબરના આધારે હરિયાણા ગુડગાંવ નજીકથી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. એટીએમ લૂંટનો મુખ્ય આરોપી અને સોનુ નામની યુવતીને પકડવા પોલિસે તજવીજ હાથ ધરી છે. ચોરીમાં વરાયેલી કાર પોલિસે જપ્ત કરી છે.