Connect Gujarat
ગુજરાત

અરવલ્લી એસઓજી ટીમે એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ સાથે યોજી સાયબર ક્રાઈમ જાગૃતિ શિબિર

અરવલ્લી એસઓજી ટીમે એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ સાથે યોજી સાયબર ક્રાઈમ જાગૃતિ શિબિર
X

હાલના યુગમાં સાયબર ક્રાઈમની ગુન્હાખોરી મોટા પ્રમાણમાં થઈ રહી છે જેમાં સૌથી વધુ લોકો ઓનલાઈન ફ્રોડનો ભોગ બની લાખ્ખો રૂપિયાની લૂંટનો ભોગ બની રહ્યા છે. અરવલ્લી જિલ્લા એસઓજી પોલીસ દ્વારા મોડાસા તત્વ એન્જીનીયરીંગ કોલેજમાં વિદ્યાર્થીઓમાં સાયબર સિક્યુરિટી અંગે જાગૃતતા વધે તેમજ ઓનલાઈન ફ્રોડના બનાવો ખૂબ બનતા હોય તે અંગે જરૂરી તકેદારી રાખવા અંગે તત્વ એન્જીનીયરીંગ કોલેજના કર્મચારીઓ,હોદ્દેદારો અને પી.આઈ રાઓલ ની ઉપસ્થિતિમાં સેમિનાર યોજવામાં આવ્યો હતો.

[gallery td_gallery_title_input="અરવલ્લી એસઓજી ટીમે એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ સાથે યોજી સાયબર ક્રાઈમ જાગૃતિ શિબિર" td_select_gallery_slide="slide" size="large" ids="102641,102640,102642,102643"]

જેમાં એસઓજી પીએસઆઈ જાડેજા દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ આ સેમિનાર થકી મળેલ માહિતીનો પોતાના પરિવારજનો તેમજ ગ્રામજનોમાં મહત્તમ પ્રચાર-પ્રસાર કરી સમાજહિતના કાર્યમાં યોગદાન આપવા વિદ્યાર્થીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો.

Next Story