Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : જાલમખાંટના મુવાડા ગામે સભાસદોના ધીરાણના ત્રણ ઘણાં નાણાં ઉધારવાનો આક્ષેપ

અરવલ્લી : જાલમખાંટના મુવાડા ગામે સભાસદોના ધીરાણના ત્રણ ઘણાં નાણાં ઉધારવાનો આક્ષેપ
X

અરવલ્લી જિલ્લાના જાલમ ખાંટના મુવાડા ગામની ગૃપ સેવા સહકારી મંડળીમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ થયો છે. સભાસદોના ૫૦,૦૦૦ થી ૬૦,૦૦૦ના ધીરાણના ત્રણ થી ચાર ઘણા નાણાં ઉધારી દેવાના આક્ષેપને લઇને ગ્રાહકોએ અધિક જિલ્લા કલેક્ટરને આદેવદન પત્ર આપી તપાસની માંગ કરી છે.

માલપુર તાલુકાના જાલમખાંટ મુવાડા ગામની ગૃપ સેવા સહકારી મંડળીના સભ્યોએ મંડળીના વહિવટકર્તાઓ ઉપર સભાસદોને આપલે લોન બાબતે કૌભાંડ આચર્યા હોવાનો આક્ષેપ કર્યો છે. સભાસદોએ આક્ષેપ કર્યો છે કે, તેમણે લીધેલ લોન કરતા તેમની પાસેથી દોઢી બમણી અને ચાર ગણી રકમ વસૂલ કરવાની નોટીસ ફટકારવામાં આવી છે. બમણી રકમ ભરવાની નોટિસ મળતા તેમની પર જાણે આભ ફાટ્યાનો અહેસાસ થઇ રહ્યો છે, જો કે, આ સમગ્ર મામલે કેટલાક ગ્રાહકો બે થી ત્રણ લાખ જેટલી રકમ ભરી શકે તેમ પણ નથી, ત્યારે ધીરાણમાં થયેલા ગેરવહીવટ મામલે માલપુર મામલતદાર, જિલ્લા રજિસ્ટાર સહિત અધિકલેક્ટરને ગ્રાહકોએ રજૂઆત કરી હતી.

આ બાબતે જિલ્લા નિવાસી નાયબ કલેકટર આર.જે.વલ્વીને ગ્રામજનો તેમજ ગ્રાહકોએ આવેદનપત્ર આપ્યુ હતું. જેમાં તેમણે જણાવ્યુ હતું કે, ખેડુતોને ધીરાણ કરતી મંડળીની રકમ મર્યાદા એક લાખ કરતા ઓછી હોય છે, અને તેમના ખાતામાં બે લાખ જેવી રકમ ઉધારવામાં આવી છે. સભાસદોના જણાવ્યા અનુસાર જે રકમ તેમના ખાતામાં ઉધારવામાં આવી છે, તે ધીરાણ કરતાં બમણી થી ચારગણી છે અને આટલી મોટી રકમનું ધીરાણ તેઓએ ક્યારે નથી લીધુ. સભાસદોને લાગી રહ્યુ છે કે, તેમના સાથે વિશ્વાઘાત અને છેતરપીડી આચારવામાં આવી છે. ત્યારે આ સમગ્ર મામલે જિલ્લા અધિક કલેક્ટરને રજૂઆત કરતાં તપાસ કરવાની હૈયા ધારણાં આપવામાં આવી છે.

Next Story