અરવલ્લી : જિલ્લામાં ખાડાઓના કારણે એસટીની બે બસોને નડ્યો અકસ્માત

New Update
અરવલ્લી :  જિલ્લામાં ખાડાઓના કારણે એસટીની બે બસોને નડ્યો અકસ્માત
Advertisment

ભિલોડાથી વાઘેશ્વરી જઈ રહેલી એસટી બસ મલેકપુર ગામ પાસે ખાડામાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં સવાર ચાર મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી હતી. બસ ખાડામાં ઉતરી જતા આજુબાજુથી લોકો અને સરપંચ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રોડ પર પડેલ ખાડાઓ અંગે તંત્રમાં અનેકવાર રજુઆત કરવા છતાં ખાડા ન પુરાવામાં આળસ દાખવતા નિર્દોષ લોકો ભોગ બની રહ્યા હોવાનો રોષ ઠાલવ્યો હતો.publive-imageઅકસ્માતના અન્ય બનાવમાં ભૂંજરીથી માલપુર જતી બસ સામેથી આવતા વાહનને સાઈડ આપવા જતા ખાડામાં પડતા બસમાં મુસાફરી કરી રહેલા ૫૦ જેટલા વિદ્યાર્થીઓ અને મુસાફરોએ ચિચિયારીઓ પાડી ઉઠ્યા હતા, સદનસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ થતા દોડી આવેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.અરવલ્લી જીલ્લામાં થોડાક કલાકોમાં બે જુદા-જુદા સ્થળે એસટી બસ ખાડામાં ખાબકવાની અને પલ્ટી ખાઈ જવાની ઘટનાને પગલે એસટીના અધિકારીઓમાં ભારે દોડધામ મચી હતી.

Latest Stories