Top
Connect Gujarat

અરવલ્લી જિલ્લો બાળલગ્ન મુક્ત કરવા વિશેષ કંટ્રોલ રૂમ 100 કાર્યરત

અરવલ્લી જિલ્લો બાળલગ્ન મુક્ત કરવા વિશેષ કંટ્રોલ રૂમ 100 કાર્યરત
X

બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ મુજબ છોકરીના લગ્ન ૧૮ વર્ષ પહેલા અને છોકરાના લગ્ન ૨૧ વર્ષ પહેલા થાય એ સજાપાત્ર ગુનો છે અને સામાજિક દુષણ પણ છે. બાળલગ્નના કારણે સમાજમાં નાની છોકરીઓના આરોગ્ય પર ઘણી જ વિપરીત અસર થાય છે તેથી બાળલગ્ન અટકાવવા જરૂરી છે. જો કોઈ વ્યક્તિ કે સમાજ દ્વારા બાળલગ્ન કરાવવામાં આવે તો બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ લગ્ન કરનાર પુખ્ત વયનો પુરૂષ અને તેનાં માતા-પિતા કે વાલી, મદદગારી કરનાર, બાળલગ્નમાં હાજરી આપનાર, વિધીમાં લાભ લેનાર, સંચાલન કરનાર, બાળલગ્નમાં સામેલ ગોરમહારાજ, રસોઈયા, મંડપવાળા, ફોટોગ્રાફર, બેન્ડવાજાવાળા, બાળલગ્ન કરાવનાર તમામને અપરાધી ગણવામાં આવે આવશે. એટલું જ નહીં આ અધિનિયમમાં બાળલગ્ન કરનાર અને કરાવનારને બે વર્ષ સુધીની સખત કેદની સજા અને રૂપિયા એક લાખ સુધીના દંડની જોગવાઈ કરેલ છે.

હાલમાં ચાલતી લગ્ન સીઝન તેમજ અખાત્રીજ (અક્ષયતૃતીયા) ના દિવસે મોટાભાગે લગ્નો થતા હોઈ અરવલ્લી જિલ્લામાં વિશેષ અપીલ કરાઇ છે. જિલ્લાના કોઈપણ વિસ્તારમાં, ગામમાં કે મહોલ્લામાં બાળલગ્ન થતા જોવા મળે તો સામાજિક જવાબદારી સમજી આવા બાળલગ્ન અટકાવવા જિલ્લાના કંટ્રોલ રૂમ નંબર 100 પર જાણ કરવા અપીલ કરાઇ શરૂ છે સાથે સાથે અધિકારીઓના મોબાઈલ નંબર જાહેર કરાયા છે. જેથી કોઇપણ વ્યક્તિ બાળલગ્ન અંગેની જાણકારી આપી શકે.

Next Story
Share it