Top
Connect Gujarat

અરવલ્લી જીલ્લા પોલીસતંત્રના ઇતિહાસમાં સૌપ્રથમ વાર એક સાથે ૧૮૦ પોલીસ કર્મચારીઓની સાગમટે બદલી

અરવલ્લી જીલ્લા પોલીસતંત્રના ઇતિહાસમાં સૌપ્રથમ વાર એક સાથે ૧૮૦ પોલીસ કર્મચારીઓની સાગમટે બદલી
X

અરવલ્લી જિલ્લા પોલીસતંત્રના ઇતિહાસમાં સૌપ્રથમ વાર એક સાથે ૧૮૦ જેટલા પોલીસ કર્મચારીઓની સામુહિક બદલી કરાઈ છે.

અરવલ્લી જિલ્લા પોલીસવડા મયુર પાટીલે ચાર્જ સંભાળતાની સાથે જિલ્લાના વિવિધ શહેરી અને ગ્રામ્ય વિસ્તારના પોલિસ અધિકારીઓ અને કર્મચારીઓ દોર યથાવત રાખ્યો છે. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ સતત પોલીસવડા દ્વારા થઈ રહેલી બદલીઓનુ ગણિત સમજવામાં થાપ ખાઈ રહ્યા હોય તેવો અહેસાસ અનુભવી રહ્યા છે. ત્યારે જિલ્લા પોલિસ વડા મયૂર પાટિલે ૧૮૦ જેટલા પોલીસ કર્મચારીઓની બદલીના આદેશ કર્યા છે, જેમાં ૧૪૭ પોલિસ કોન્સ્ટેબલ તેમજ ૩૩ ડ્રાઇવર છે. અરવલ્લી જિલ્લામાં આટલો મોટો ફેરફાર પ્રથમવાર થયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

Next Story
Share it