અરવલ્લી : પર્યુષણના કઠોર 16 ઉપવાસ કરતા મોડાસાના જીનલ વ્હોરા
BY Connect Gujarat3 Sep 2019 9:26 AM GMT

X
Connect Gujarat3 Sep 2019 9:26 AM GMT
અરવલ્લી જિલ્લાના મોડાસામાં મહિલાએ પર્યુષણના સોળ ઉપવાસ કર્યા છે. ગત વર્ષે પયુર્ષણ દરમિયાન તેમણે 8 ઉપવાસ કર્યા હતાં.
જૈન ધર્મમાં પર્યુષણ શ્રાવણ વદ અગિયારસથી ભાદરવા સુદ ચોથ સુધી માનવામાં આવે છે અને ભાદરવા સુદ ૪ ને સંવત્સરી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસ બાદ બીજે દિવસે કે ભારદવા સુદ પાંચમના રોજ તપસ્વીઓ પોતે કરેલા ઉપવાસના પારણાં કરતા હોય છે.
ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં જૈન મહિલાએ બીજી વાર ઉપવાસ કર્યા છે. જીનલ બહેન વ્હોરાએ ગતવર્ષે આઠ દિવસના નક્કોડા ઉપવાસ કર્યા હતાં તો આ વર્ષે પણ તેમણે સોળ દિવસના તપસ્વી ઉપવાસ કરીને કઠોર તપસ્યા કરી છે. આ સમય દરમિયાન તપસ્વીઓ સવારે દસ થી સાંજે છ વાગ્યા સુધી ઉકાળેલું ગરમ પાણી જ પીતા હોય છે.
Next Story