Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : ભિલોડાના રીંટોડામાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા

અરવલ્લી : ભિલોડાના રીંટોડામાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા
X

અરવલ્લી જિલ્લામાં દેશી-વિદેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું હોવાની બાતમીને લઇને અરવલ્લી જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકીને વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલે જિલ્લા પોલીસતંત્ર અને ભિલોડા પોલીસતંત્રને લપડાક લગાવી રીંટોડા ગામે નામચીન ઈશ્વર ગોબર વણઝારા નામના બુટલેગરના રહેણાંક મકાનમાંથી રૂપિયા 3.32 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.

સ્ટેટ મોનિટરિંગના દરોડા પછી ભિલોડા પોલીસે પાતાળ કોદીને વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. ભિલોડા પોલીસે રીંટોડા ગામે રાત્રીના સુમારે ત્રાટકી શ્રવણ દેમાજી વણઝારાના નવીન મકાનની બાજુમાં જમીનમાં સંતાડી રાખેલી વિદેશી દારૂની બોટલ - 97 કિંમત રૂપિયા 33,330/- અને ધોલવાણી ત્રણ રસ્તા પાસે આવેલી સમ્રાટ હોટલ પાછળ રમેશ ગોબરભાઇ વણઝારાએ વેચાણ અર્થે લાવી સંતાડી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ-160 કિંમત રૂપિયા 67,600/- નો દારૂ જપ્ત કર્યો હતો. જોકે બુટલેગરો પોલીસને થાપ આપી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીના આધારે રીંટોડા ગામે ભિલોડા તાલુકાના રીંટોડા ગામે વણઝારા વાસમાં ત્રાટકી ઈશ્વર ગોબરભાઇ વણઝારાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર સંતાડીને રાખેલો વિદેશી દારૂની બોટલ નંગ-1126 કિંમત રૂપિયા3, 32,900/- નો જથ્થો જપ્ત કરી કર્યો છે. ભિલોડા પોલીસ સ્ટેશનમાં સ્ટેટ મોનીટરીંગ સેલના હેડ. કો. નરવતસિંહ શ્રવણભાઇ (બ.નં-૮૯૬) ની ફરિયાદના આધારે ભિલોડા પોલીસે ઈશ્વરભાઈ ગોબરભાઇ વણઝારા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Next Story
Share it