Top
Connect Gujarat

અરવલ્લી : ભિલોડાની મામલતદાર કચેરીમાં અરજદારોને હાલાકી, એક ઓપરેટર હોવાથી લાંબી કતારો, પીવાના પાણીની પણ તંગી

અરવલ્લી : ભિલોડાની મામલતદાર કચેરીમાં અરજદારોને હાલાકી, એક ઓપરેટર હોવાથી લાંબી કતારો, પીવાના પાણીની પણ તંગી
X

અરવલ્લીના ભિલોડાની મામલતદાર કચેરીમાં અરજદારોને પીવાના પાણી તેમજ એક ઓપરેટરને કારણે લાંબી લાઈનોમાં ઊભા રહેવા સહિતની હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ઉનાળુ વેકેશન પૂરુ થતાં જ મામલતદાર કચેરી ખાતે આવક તેમજ ઉન્નતવર્ગના દાખલા કઢાવવા માટે મોટી સંખ્યામાં લોકો જનસેવા કેન્દ્ર ખાતે પહોંચે છે. પરંતુ અરવલ્લીના ભિલોડાની મામલતદાર કચેરીમાં લોકોને હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જનસેવા કેન્દ્રમાં ઓપરેટરનો અભાવ હોવાથી અરજદારોની લાંબી કતારો જોવા મળે છે, એટલું જ નહીં જનસેવા કેન્દ્રમાં પીવાના પાણીની પણ સમસ્યાઓ હોવાનું અરજદારો જણાવી રહ્યા છે. અરજદારોનો આક્ષેપ છે કે કોઇપણ દાખલો કઢાવવા માટે વહેલી સવારથી જ તેમણે કચેરીમાં લાઇનમાં ઉભા થઇ જવું પડે છે, જેને કારણે ધક્કામુક્કી જેવા પણ દ્રશ્યો જોવા મળે છે. અરજદાર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, તેમના પુત્રનો ફોન આવતા તેઓ ઘરેથી પાણી લઇને જનસેવા કેન્દ્ર પર પહોંચ્યા.

ભિલોડાના અંતરિયાળ વિસ્તારોમાંથી લોકો મામલતદાર કચેરીએ પહોંચે છે ત્યારે સરકારી કચેરીમાં જ હાલાકીઓ પડે તો અરજદારોએ ક્યાં જવું તે એક સવાલ છે.

Next Story
Share it