Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : મહિલાઓની સમસ્યાઓને સમજવા અને નિરાકરણ માટે મોડાસામાં સંમેલનનું આયોજન કરાયું

અરવલ્લી : મહિલાઓની સમસ્યાઓને સમજવા અને નિરાકરણ માટે મોડાસામાં સંમેલનનું આયોજન કરાયું
X

આજની ઝડપી જિંદગીમાં મહિલાઓ બે રીતે પોતાની ફરજ નિભાવી રહી છે, જેમાં ગૃહિણી તરીકે કામ કરીને પરિવારનું પોષણ કરી છ તો નોકરી કરીને પરિવારને આર્થિક રીતે મદદ કરી હોય છે. પણ કેટલાક પરિવારોમાં મહિલાઓ પોતે શિક્ષિત હોવા છતાં પણ નોકરી કરી શકતી નથી ત્યારે આવી મહિલાઓના વિચારોને જાણવા માટે એક મહિલા સંમેલનનું આયોજન મોડાસા ખાતે કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં જિલ્લાના વિવિધ સ્થળેથી મહિલાઓ આવી હતી અને માર્ગદર્શન મેળવ્યું હતું. અરવલ્લી જિલ્લામાં વિવિધ ક્ષેત્રે કામ કરતી મહિલાઓ દ્વારા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

મહિલાઓ સામાન્ય રીતે પરિવારમાં બાળકો અને પતિના કામકાજથી બહાર નથી આવી શકતી ત્યારે આવી મહિલાઓને ઘરે બેઠા રોજગાર કેવી રીતે આપી શકાય અને મહિલાઓને ચિંતા મુક્ત કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સમારંભના આયોજક હેતલબેન રાઠોડએ પારિવારીક સંબધોમાં આવતી ખટાશને થોડું નમીને જતું કરીને કેવી રીત મીઠાશ લાવવી તે વિશે વાત કરી હતી જ્યારે એમ.એડ કોલેજના લેક્ચરર ઉષા રાઠોડે પતિ પત્નીના સંબંધો માં તણાવ ના કારણો ઉપર પ્રકાશ પાડ્યો હતો તેમજ સ્મિતાબેન બૌદ્વએ મેહમાનોને આવકાર્યા હતા.

આ ઉપરાંત સરફરાજ ટીંટોઇયાએ પારિવારીક સંબંધોમાં કડવાશ લાવવામાં સૌથી મોટો ભાગ વ્યક્તિનો ઇગો ભજવે જેથી સુમેળ અને સુખમય દાંમપત્ય જીવન માટે અહમને ઓગળવો જોઇએ જ્યારે હસમુખભાઇ જાની અને પુર્વે આચાર્ય શ્રીજી પટેલે પ્રાસંગીક પ્રવચન આપ્યુ હતું.

Next Story