Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : મામાના દીકરાના અભ્યાસ ના સર્ટી લેવા નીકળેલ યુવાનને નડ્યો અકસ્માત, 1નું મોત

અરવલ્લી : મામાના દીકરાના અભ્યાસ ના સર્ટી લેવા નીકળેલ યુવાનને નડ્યો અકસ્માત, 1નું મોત
X

મોડાસા નજીક આવેલા ગાજણ ટોલપ્લાઝા નજીક બાઈક-ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં શામળાજી નજીક આવેલા વેણપુર ગામના 20 વર્ષીય આશાસ્પદ યુવકનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત થયું જ્યારે અન્ય એક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે મોડાસાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. અકસ્માતના પગલે દોડી આવેલ મોડાસા રૂરલ પોલીસે મૃતક યુવકના મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

શુક્રવારે વહેલી સવારે, વેણપુર ગામનો મહેશસિંહ દલજિતસિંહ જાડેજા (ઉં.વર્ષ-૨૦) તેના મામાના દીકરા હરદીપસિંહ સાથે બાઈક લઈ મોડાસા તેના પિતા પાસે અભ્યાસના સર્ટિફિકેટ લેવા નીકળ્યા હતા ત્યારે મોડાસા-શામળાજી રોડ પર ગાજણ ટોલપ્લાઝા નજીક શામળાજી તરફથી બાઈક સાથે પસાર થતા યુવકોને ગાજણ ગામ તરફથી આવતા ટેન્કર ચાલકે અડફેટે લીધા હતા.

ગફલતભરી રીતે હંકારી શામળાજી તરફ જતા રોડ પર એકદમ વાળી દેતા બાઈક-ટેન્કર સાથે ધડાકાભેર ભટકતા બાઈક ચાલક મહેશસિંહ દલજિતસિંહ જાડેજા (ઉં.વર્ષ-૨૦) ના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બાઈક પાછળ બેઠેલા હરદીપસિંહ નામના યુવકના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા મોડાસાની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અકસ્માતના પગલે બંને યુવકના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવી પોતાના વ્હલાસોયા દીકરાનો મૃતદેહ જોઈ પડી ભાંગતા ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી.

અકસ્માતની ઘટનાને પગલે દોડી આવેલ મોડાસા રૂરલ પોલીસે દલજિતસિંહ ગંભીરસિંહ જાડેજાની ફરિયાદના આધારે ટેન્કર (ગાડી.નં-GJ 09 Z 1768 ) ના અજાણ્યા ચાલક વિરુદ્ધ અકસ્માતે મોત નો ગુન્હો નોંધી ઝડપી તપાસ હાથ ધરી છે.

Next Story