Top
Connect Gujarat

અરવલ્લી : મેઘરજના ડેરી કંપા નજીક જંગલોમાં લાગી આગ

અરવલ્લી :  મેઘરજના ડેરી કંપા નજીક જંગલોમાં લાગી આગ
X

અરવલ્લી જિલ્લામાં ગરમીનો પારો વધી રહ્યો છે. ત્યારે આગ લાગવાની પણ ઘટનાઓ અવારનવાર બની રહી છે.

મેઘરજના ડેરીકંપા ખાતે જંગલમાં ભીષણ આગ લાગવાથી વનરાજીને નુકસાન થવા પામ્યું છે.સામાન્ય લાગેલી આગ ધીરે-ધીરે ગામ તરફ પ્રસરી હતી. જેના કારણે સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. જોકે ગ્રામજનોએ આગને રોકવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા.ત્યારબાદ સ્થાનિક લોકોએ મોડાસા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાઈટર તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના કર્મચારીઓએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.

આ પહેલા પણ અરવલ્લી જિલ્લાના જંગલોમાં દાવાનળની ઘટનાઓ બની ચૂકી છે.જોકે આપ્રકારની ઘટનાઓ બંધ થવાનું નામ નથી લેતી, ત્યારે જોવાનું એ રહેશે કે હવે દાનવાનળ ક્યારે બંધ થશે તે યક્ષ પ્રશ્ન બન્યો છે.

Next Story
Share it