Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : મેઘરજ બાયપાસ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે 6 ગાયના મોત

અરવલ્લી : મેઘરજ બાયપાસ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે 6 ગાયના મોત
X

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં બાયપાસ રોડ હંમેશા

અકસ્માતો માટે ચર્ચામાં રહે છે, ત્યારે મોડી રાત્રે

અજાણ્યા વાહનની ટક્કરે આવતા છ પશુઓના મોત થતાં ચકચાર મચી જવા પામી છે. મોડાસાના

મેઘરજ બાયપાસ રોડ નજીક રોડની ની આજુબાજુમાં બેઠેલી ગાયો પર ભારે વાહન ફરી વળતા અબોલા

પશુઓ મોતને ભેટ્યા છે.

મળતી માહિતી મુજબ મોડી રાત્રે શામળાજી તરફથી આવતા

વાહનો બેફામ હંકારી અબોલા 6 જેટલી ગાયોના અડફેટે

લીધી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા જોકે સ્થાનિક લોકોના પહોંચતા

પહેલા જ ટક્કર મારીને વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલિસ ઘટનાસ્થળે

દોડી આવી હતી. ઘટનાની ગંભીરતાને પગલે પોલિસે અજાણ્યા વાહનની તપાસ હાથ ધરી છે.

એકસાથે છ ગાયોના મોતને પગલે જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

Next Story