Top
Connect Gujarat

અરવલ્લી : વાત્રક ડેમમાંથી સિંચાઇ માટે 35 ક્યુસેક પાણી છોડાતા ખેડૂતોમાં આનંદ છવાયો

અરવલ્લી : વાત્રક ડેમમાંથી સિંચાઇ માટે 35 ક્યુસેક પાણી છોડાતા ખેડૂતોમાં આનંદ છવાયો
X

અરવલ્લી જિલ્લાના જળાશયોમાં પાણીનો પર્યાપ્ત જથ્થો હોવાને કારણે ખેડૂતો માટે સિંચાઇનું પાણી છોડાઇ રહ્યું છે,માઝૂમ, મેશ્વો બાદ વાત્રક જળાશયમાંથી ડાબા કાંઠાની કેનાલ માંથી સિંચાઇ માટે પાણી છોડાતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. પાંચ ગામના ખેડૂતોની માંગણીને ધ્યાને લઈ તંત્રએ પાંત્રીસ ક્યુસેક પાણી છોડતા 200 હેકટરથી વધુ જમીનમાં ઉનાળુ ખેતીને જીવતદાન મળવાની શક્યતાઓ છે. જોકે હવે વાત્રક ડેમમાં પાણીનો માત્ર બાર જ ટકા પાણીનો જથ્થો બાકી રહ્યો છે,વાત્રક જળાશયથી માલપુર બાયડ સહિતના વિસ્તારોને પીવાના તેમજ સિંચાઈ માટે લાભ મળી રહ્યો છે.જો અરવલ્લી જિલ્લાના જળાશયોમાં પાણીના જથ્થાની વાત કરીએ તો માઝૂમ - 44%, મેશ્વો - 49% અને વાત્રકમાં - 12% પાણીનો જથ્થો બાકી રહ્યો છે, તેમ છતાં જિલ્લાની જનતાને પીવાના પાણીની તંગી નહીં વર્તાય તેવી સિંચાઈ વિભાગ દ્વારા જણાવાયું છે.

કેટલું પાણી છોડાયું?

પ્રથમ તબક્કો - 35 ક્યૂસેક

બીજો તબક્કો - 35 ક્યૂસેક

ત્રીજો તબક્કો - 35 ક્યૂસેક

અરવલ્લી જિલ્લાના જળાશયોમાં પાણીનો જથ્થો

માઝૂમ - 44%

મેશ્વો - 49%

વાત્રક - 12%

અરવલ્લી જિલ્લામાં આ વર્ષે ઉનાળાની ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે જો કે જિલ્લાનો માઝૂમ તેમજ મેશ્વો જળાશયમાં પીવા તેમજ સિંચાઈ માટે પૂરતું પાણી છે, પણ ચિંતાની વાત એ છે કે, વાત્રક જળાશયમાં હવે માત્રે બાર જ ટકા જેટલો પાણીનો જથ્થો બાકી રહ્યો છે.

Next Story
Share it