અરવલ્લી : PNB બેંકમાં અરજદારને કડવો અનુભવ, 1 હપ્તો ચૂકવ્યા બાદ બીજા હપ્તા આપવાની ના પાડી દીધી !

સરકાર વિદ્યાર્થીઓના અભ્યાસ માટે બેંકમાંથી લોન આપી મદદરૂપ થવાના વાયદાઓ કરવામાં આવે છે, પણ કેટલીક બેંકો માત્ર કાગળ પર અમલવારી કરતું હોય તેવું લાગી રહ્યું છે. વડોદરાની એક ખાનગી સ્કૂલમાં કેમ્પસ ડાયરેક્ટર તેમજ કટાર લેખક ડૉક્ટર સંતોષ દેવરકરને પંજાબ નેશનલ બેંકનો આવો જ કડવો અનુભવ થયો છે. અરજદારે તેમના પુત્રને વિદેશ જવા માટે મોડાસાની પંજાબ નેશનલ બેંક 15 લાખ રૂપિયાની લોન લેવા માટે અરજી કરી હતી, જે અનુસંધાને તેમને લોન મંજૂર થઇ પ્રથમ હપ્તો બે લાખ રૂપિયા તેમના ખાતામાં જમા પણ થઇ ગઇ, પણ ત્યારબાદ વધુ નાણાં આપવાની બેંક દ્વારા ના પાડવામાં આવતા તેમની પર જાણે આભ તૂટી પડવા જેવ સ્થિતિ બની છે. બેંક દ્વારા લોન પેટે વધુ નાણાં ન આપવાનું કારણ આંતરિક કાયદાઓના ફેરફાર હોવાનું જણાવે છે.
[gallery td_gallery_title_input="અરવલ્લી : PNB બેંકમાં અરજદારને કડવો અનુભવ, 1 હપ્તો ચૂકવ્યા બાદ બીજા હપ્તા આપવાની ના પાડી દીધી !" td_select_gallery_slide="slide" size="large" ids="105614,105615,105616"]
બેંકમાંથી લોન મંજૂર થવાથી બેંક દ્વારા અરજદારના ખાતામાં 2 લાખ રૂપિયા ચુકવાતા તેમના પુત્રને ફિલિપિન્સ અભ્યાસ અર્થે મોકલી દીધો છે. હવે પરિસ્થિતિ એ થઇ છે કે, બેંક દ્વારા બીજી હપ્તા આપવાની ના પડાતા પિતા મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. પરિસ્થિતિમાં બેંક દ્વારા કોઇ કાર્યવાહી નહીં કરવામાં આવે તો વિદ્યાર્થીનું ભાવી અંધકારમય થવાની શક્યતાઓ છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
રાજયમાં આજે નવા કોરોનાના કેસનો આંકડો 500ની પાર, નવા 529 કેસ નોંધાયા
29 Jun 2022 5:29 PM GMTભરૂચ: કલેકટર કચેરી નજીક વૃક્ષ પરથી સાપને પકડી સુરક્ષિત જગ્યાએ છોડી...
29 Jun 2022 4:36 PM GMTઉદયપુરમાં થયેલ કન્હૈયાલાલની હત્યાની આગ અમદાવાદમાં ભભૂકી, VHP-બજરંગ દળે ...
29 Jun 2022 4:15 PM GMTભરૂચ: જિલ્લામાં આજે કોરોનાના 10 પોઝિટિવ કેસ નોંધાયા, વધતા કેસ ચિંતાજનક
29 Jun 2022 3:48 PM GMTજુનાગઢ : હવે, તમને પ્લાસ્ટિકના બદલામાં મળશે 'પ્રાકૃતિક' ભોજન, જુઓ...
29 Jun 2022 3:11 PM GMT