અરવલ્લી : SOG પોલિસે મેડ ઇન USAમાર્કાની પીસ્ટલ સાથે બે ને દબોચ્યા

અરવલ્લી જિલ્લાની રાજસ્થાન સરહદેથી દારૂ સહિત ડ્રગ્સ ઘુસાડવા માટે બુટલેગરો તેમજ સક્રિય બનતા હોય છે ત્યારે સમયાંતરે આવા તત્વોના મનસૂબા પર પોલિસ પાણી ફેરવી દે છે. રતનપુર બોર્ડર નજીકથી પોલિસની ટીમ દ્વારા બંદૂક સાથે બે લોકોને પકડી પાડવામાં પીએસ.આઇ. એચ. એસ. શર્મા તેમજ એસઓજીની ટીમ સહિત શામળાજી પોલિસને મોટી સફળતા મળી છે.
શામળાજી પોલીસ અને જિલ્લા એસ.ઓ.જી એ બાતમીના આધારે રતનપુર ચેકપોસ્ટ ખાતે
વાહનનો સઘન ચેકિંગ હાથ ધર્યુ હતું. દરમિયાન મારુતિ અલ્ટો ગાડી નંબર GJ 27
AH 0685 આવતા તેની તલાશી લેતા તેમાંથી મેડ ઇન યુ.એસ.એ લખેલ પીસ્ટલ મળી આવી હતી. પોલીસે
ગાડીમાં સવાર બન્ને આરોપીઓની ધરપકડ કરી હતી.
પોલીસે પીસ્ટલની કિંમત ૧૫ હજારની તથા મારૂતિ અલ્ટો GJ 27 AH 0685 ની કિમંત 2,00,000 તથા મોબાઇલ કિંમત ૬૦૦૦ રોકડા રૂપિયા ૫૫૦ મળી કુલ ૨,૨૧,૫૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ ગેરકાયદેસર પીસ્તલ લઇ જતાં આરોપીઓ રાયપુર અમદાવદના રોહિત સત્યનારાયણ પ્રજાપતિ અને બાપુનગર અમદાવાદના રવિન્દ્ર ભીખા સોનીને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આ બંન્ને આરોપીઓ બંદૂક ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઇ જતાં હતા તે હાલ તપાસ ચાલુ છે. પોલીસ આ બંન્ને આરોપીઓના રીમાન્ડ લઇને વધુ પૂછપરછ હાથ ધરાશે.