Connect Gujarat

અસમ ના કોકરાજારમાં બ્લાસ્ટ અને અંધાધૂંધ ફાયરિંગ, 12ના મોત

અસમ ના કોકરાજારમાં બ્લાસ્ટ અને અંધાધૂંધ ફાયરિંગ, 12ના મોત
X

અસમના કોકરાજારના માર્કેટ વિસ્તારમાં બ્લાસ્ટ અને અંધાધૂંધ ફાયરિંગમાં 12 લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. રિપોર્ટસ મુજબ આ હુમલામાં બાળકો સહિત 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ હુમલા પાછળ કયા સંગઠનનો હાથ છે તે અંગે હજી સુધી કોઇ જાણકારી મળી નથી.

માહિતી મળી રહી છે કે સુરક્ષા બળોએ વળતો જવાબ આપતા બે હુમલાખોરોના મોત થયા હતા. ઘટનાની જાણ થતા સુરક્ષા બળોની અન્ય ટીમોને પણ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. ઘટનાસ્થળ પરથી એકે-47 અને અન્ય વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી છે.

unnamed

કોકરાજારનો આ વિસ્તાર ભારે ભીડવાળો છે. હુમલા બાદ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે વડાપ્રધાન મોદી સાથે વાત કરીને તેમને ઘટનાનો ચિતાર આપ્યો હતો. આ હુમલાને અસમમાં છેલ્લા 7 વર્ષમાં થયેલો સૌથી મોટા હુમલો માનવામાં આવી રહ્યો છે.

Next Story
Share it