Top
Connect Gujarat

અસામાન્ય બેઠક ઉપર અસામાન્ય જીત : મનસુખ વસાવા

અસામાન્ય બેઠક ઉપર અસામાન્ય જીત : મનસુખ વસાવા
X

જંગી મતોથી વિજેતા થનાર ભારતીય જનતા પાર્ટીના મનસુખભાઇ વસાવાએ અસામાન્ય બેઠક ઉપર પોતાની અસામાન્ય જીત થઈ હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહયું હતું કે ભરૂચ લોકસભા બેઠક કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદભાઇ પટેલની હોમપીચ છે.

તથા ગુજરાતમાં પોતાની જાતને આદિવાસીઓના મસીહા ગણાવતા અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના સર્વે સર્વા એવા છોટુભાઈ વસાવા જાતે મેદાનમાં ઉતર્યા હતા. ત્રીજું અહેમદ પટેલનો જમણો હાથ ગણાય એવા શકુર પઠાણના પુત્ર શેરખાન પઠાણ ચૂંટણી લડતો હોય અને આ ઉપરાંત અપક્ષ ઉમેદવારોની લાઈન પણ લાગી હોય ત્યારે આ બેઠક સામાન્ય બેઠક રહેતી નથી. ગુજરાત માટે મહત્વપૂર્ણ આ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની મહેનત રંગ લાવી છે અને ગત લોકસભા ચુંટણીની લીડ કરતાં બમણી લીડથી આપણે વિજેતા થયા છે. લોકોએ ભાજપ ઉપર વિશ્વાસ મૂકયો છે. હવે આપણી જવાબદારી બને છે કે આપણે લોકોની જરૂરીયાતોના અને વિકાસના કામો સાથ મળીને કરવાના તેમ મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું.

Next Story
Share it