આંગણવાડી કાર્યકર-તેડાગર બહેનોની નિયમિત હાજરી સુનિશ્ચિત કરવા e-poshan App. નું ડીડીઓના હસ્તે કરાયેલું લોન્ચીંગ

પ્રઘાનમંત્રીના “સહી પોષણ-દેશ રોશન”ના આહવાનને ચરિતાર્થ કરવા તથા શુપોષિત ગુજરાતના સંવેદનશીલ લક્ષ્યને હાંસલ કરવા સંકલિત બાળ વિકાસ સેવા યોજના- મહિલા અને બાળ વિકાસ વિભાગ ધ્વારા પોષણ કર્મયોગીઓમાં સુપોષણ અંગે સંવેદના કેળવવા તેમજ જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓને પોષણ કીટ વિતરણ માટેનો શુપોષણ ચિંતન સમારોહ તથા માતા યશોદા એવોર્ડ વિતરણ તેમજ e-Poshan App. અનાવરણ અને સાડી વિતરણ અંગે જિલ્લા વિકાસ અધિકારી ર્ડો.જીન્સી વિલિયમ, જિલ્લા પંચાયત સભ્ય શારદાબેન તડવી, જિલ્લા પંચાયતની મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના અધ્યક્ષા શીતલબેન ભીલ, પર્યુષાબેન વસાવા, વન વિભાગના પ્રોબેશનલ અધિકારી અભયકુમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડો. કે.પી.પટેલ, ICDS પ્રોગ્રામ ઓફિસર કોમલબેન ઠાકોર, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ, આંગણવાડી કાર્યકર- તેડાગર બહેનોની વિશાળ ઉપસ્થિતિમાં દિપ પ્રાગટય ધ્વારા ખૂલ્લો મૂકાયો હતો.
[gallery td_select_gallery_slide="slide" size="full" ids="102835,102836,102837,102838,102839"]
જિલ્લા વિકાસ અધિકારી ર્ડો. જીન્સી વિલિયમે એસ્પીરેશનલ ડિસ્ટ્રીકટ-નર્મદા અંતર્ગત કેન્દ્રીય નીતિ આયોગ ધ્વારા કુપોષણને દુર કરવા સુપોષણ માટે જિલ્લામાં થઇ રહેલી કામગીરીનું સતત મોનીટરીંગ થઇ રહયું છે, તેમ જણાવી રાજય સરકારની સાથોસાથ નર્મદા જિલ્લા પ્રશાસન પણ કુપોષણને દુર કરવા અનેકવિધ યોજનાઓના અમલ થકી ચિંતિત અને કટિબધ્ધ છે, ત્યારે આ દિશાના લક્ષ્યને સિધ્ધ કરવા સામૂહિક સંકલ્પ સાથે સૌના સહિયારા પ્રયાસો પર તેમણે ખાસ ભાર મૂકયો હતો.
જિલ્લા વિકાસ અધિકારી ર્ડો. જીન્સી વિલીયમે વધુમાં ઉમેર્યું હતું કે, મહિલાના માતાના સગર્ભાકાળથી બાળક બે વર્ષનું થાય ત્યાં સુધી યોગ્ય પોષણ મળી રહે તે ખૂબ જ જરૂરી છે, ત્યારે માતાઓએ પણ પોતાના બાળકના સ્વાસ્થ્ય પ્રત્યે પૂરતી સજાગતા કેળવવાની સાથોસાથ આંગણવાડી બહેનો ધ્વારા સમયસર દુધ સંજીવની યોજના, પુરક પોષણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ તથા લાભાર્થીઓની ગૃહ મુલાકાત ધ્વારા બાળકોના સ્વાસ્થ્ય તથા તંદુરસ્તીમાં ઉત્તરોત્તર વધારો થાય તે દિશામાં ઘનિષ્ટ પ્રયાસો કરવા માટે કાર્યકર બહેનોને હિમાયત કરી હતી.
આ પ્રસંગે આંગણવાડી કેન્દ્રોના કાર્યકર-તેડાગર બહેનોની નિયમિત હાજરી સુનિશ્ચિત કરવા માટે સી-ડેક હૈદ્રાબાદના સહયોગથી તૈયાર કરાયેલ e-Poshan App. નું પણ મહાનુભાવોના હસ્તે લોન્ચીંગ કરાયું હતું. તદ્ઉપરાંત જિલ્લાના ઘટકના ૬ કાર્યકર બહેનો અને ૬ તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ એનાયત કરી સન્માન કરાયું હતું, જેમા કુલ રૂા.૧.૯૨ લાખના પુરસ્કાર ચેક- પ્રશસ્તિપત્ર, ઇડલી કુકર એનાયત કરવામાં આવ્યાં હતા. જયારે જિલ્લાની ૯૫૨ આંગણવાડી કાર્યકર-તેડાગર બહેનોને પણ સાડી-ગણવેશનું વિતરણ કરાયું હતું. ICDS ના મુખ્ય સેવિકા બહેનોને ઓછા અને અતિ ઓછા વજનવાળા બાળકોની માહિતીના સંગ્રહ માટે રજીસ્ટર્સનું પણ વિતરણ કરાયું હતું. પ્રારંભમાં ICDS ના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી કોમલબેન ઠાકોરે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
આ પ્રસંગે આંગણવાડીઓના ભૂલકાંઓ ધ્વારા બાળગીત અનેપોષણની વેશભૂષા રજુ કરાઇ હતી. તેમજ કિશોરી નંદીની સોલંકી ધ્વારા પોષણ અંગે પણ પ્રતિભાવ વ્યકત કરાયો હતો. જયારે વિરપુર આંગણવાડીના કાર્યકર શ્રીમતી રશમીબેન વસાવાએ પણ તેમના કાર્યાનુભવનો સુખદ પ્રતિભાવ આપ્યો હતો.અંતમાં નાંદોદના CDPO હેમાંગીની ચૌધરીએ આભારદર્શન કર્યું હતું.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
રાજ્યમાં આજે કોરોનાના 632 નવા કેસ નોધાયા, 384 દર્દીઓએ આપી કોરોનાના...
1 July 2022 4:32 PM GMTકેન્દ્ર સરકારના બોરવેલ અંગે જારી કરેલા ફરમાન સામે અંકલેશ્વર જનજાગૃતિ...
1 July 2022 3:33 PM GMTસુરત : યુક્રેનવાસીઓએ વરાછામાં પ્રથમવાર નીકળેલી રથયાત્રામાં જમાવ્યું...
1 July 2022 3:01 PM GMTઅમરેલી : જેસિંગપરા-વડી કેનાલના ભૂંગણામાં દીપડી સહિત જોવા મળ્યા 2...
1 July 2022 1:15 PM GMTભરૂચ : પુરી પછીની સૌથી પૌરાણિક રથયાત્રા, ફુરજા વિસ્તારમાં સમસ્ત ભોઈ...
1 July 2022 12:52 PM GMT