આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી રૂપાણી
BY Connect Gujarat9 Jan 2017 7:49 AM GMT

X
Connect Gujarat9 Jan 2017 7:49 AM GMT
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2017નું આયોજન કરવામાં આવ્યુ છે, જે મહોત્સવનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો હતો.
પતંગોત્સવમાં 32 દેશોના 113 પતંગબાજો સહિત ભારતના 10 રાજ્યો ના 50 પતંગબાજો દ્વારા પતંગ ઉડ્ડયન કરવામાં આવ્યુ હતુ.
14મી જાન્યુઆરી સુધી ચાલનાર આ પતંગોત્સવ ના શુભારંભ પ્રસંગે રાજ્યપાલ ઓ.પી.કોહલી,વિધાન સભા અધ્યક્ષ રમણ વોરા સહિત રાજ્ય સરકારના મંત્રીઓ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહયા હતા.
Next Story