સ્વચ્છ ભારત મિશન(ગ્રા) અંતર્ગત પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય ભારત સરકાર ધ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિત્તે માન.પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં તા.૧૨ મી ફેબ્રુઆરી – ૨૦૧૯ ના રોજ સ્વચ્છ શક્તિ – ૨૦૧૯ સંમેલનનું આયોજન કુરૂક્ષેત્ર, હરિયાણા ખાતે કરવામાં આવેલ.

જેના ભાગરૂપે જિલ્લા ગ્રામ વિકાસ ઍજન્સી – ભરૂચ ધ્વારા સ્વચ્છ શક્તિ – ૨૦૧૯ હેઠળ સ્વચ્છ શક્તિ દિનની ઉજવણી ઍસ.વી.ઍમ. આઇ.ટી. કોલેજ – ભરૂચ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. ઍસ.વી.ઍમ.આઇ.ટી. કોલેજ ધ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા રેલી કોલેજથી શિતલ ચોકડી સુધી નીકળેલ. જેમાં કોલેજના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જાડાયા હતા.

LEAVE A REPLY