Connect Gujarat
ગુજરાત

આખરે પંચમહાલના શહેરાની મોડલ સ્કૂલ કાંકરી ખાતે નવા બોરની કામગીરી શરૂ:પાણીની સમસ્યા થશે દૂર

આખરે પંચમહાલના શહેરાની મોડલ સ્કૂલ કાંકરી ખાતે નવા બોરની કામગીરી શરૂ:પાણીની સમસ્યા થશે દૂર
X

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં સરકાર દ્વારા લાખો રૂપિયા ખર્ચીને મોડલ સ્કૂલ બનાવવામાં આવી છે આ મોડલ સ્કૂલમાં ધોરણ ૬ થી ૧૨ માં અંદાઝે ૪૫૫ જેટલા બાળકો અભ્યાસ કરે છે તેમજ આ સંકુલમાં છોકરીઓને રહેવા માટે એક ગર્લ્સ હોસ્ટેલ પણ બનાવવામાં આવી છે.

આ મોડલ સ્કૂલમાં પીવાના પાણી માટે પાછલા કેટલાક સમયથી તકલીફ પડતી હતી અને તેની લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવતું ન હતું તા. ૧૩/૦૭/૨૦૧૯ના રોજ કનેક્ટ ગુજરાતમાં સમાચાર પ્રસારીત કરાયા હતા તેની અસર વહીવટી તંત્ર પર પડતા. આજે તાત્કાલિક ધોરણે નવીન બોરની કામગીરી કરવામાં આવી છે અને આ બોર ૨૫૦ ફૂટ ઊંડો કરશે.નવીન બોરની કામગીરી કરવાથી મોડલ સ્કૂલના બાળકોને પીવાના પાણીની સમસ્યા દૂર થશે અને આ કામગીરીને મોડલ સ્કૂલના આચાર્ય અને વિદ્યાર્થીઓએ વધાવી લીધી છે.

Next Story
Share it