આખરે ભરૂચના કસક ગરનાળા નજીક્ની રેલ્વેની જર્જરીત દિવાલનું હાથ ધરાયું સમારકામ

157

છેલ્લા કેટલાય વર્ષોથી ભરૂચના કસક ગરનાળા નજીક્ની રેલ્વેની દિવાલ જર્જરીત હાલતમાં હોવાથી કસક ગરનાળા માંથી પસાર થતા વાહનચાલકો માટે જોખમ રૂપ બની હતી. જે અંગે વારંવાર રજૂઆતો કરાતા આખરે કસક ગરનાળા નજીક આવેલ રેલ્વેની આ જર્જરીત દિવાલનું રેલ્વે તંત્ર દ્વારા સમારકામ હાથ ધરાયું હતું.

ભરૂચના કસક ગરનાળા નજીક આવેલ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ની દિવાલ છેલ્લા કેટલાય સમયથી જર્જરીત બનવા સાથે રાહદારીઓ અને વાહન ચાલકો માટે જોખમી બની હતી.જેની વારંવાર રજૂઆતો છતાં આ જોખમી બનેલ દિવાલનું સમારકામ હાથધરવાના સ્થાને રેલ્વે દ્વારા મોટા એંગલો મારી કામચલાઉ સમારકામ કરતાં આવનજાવનનો રસ્તો પણ સાંકડો બનવા પામ્યો હતો.સાથે સાથે આ જોખમી દિવાલ અચાંનક ધસી પડે તો જાન માલને નુકશાન રૂપ બને તેમ હતી. જેની રજૂઆતો કરાતા આખરે રેલવે તંત્ર દ્વારા આ જર્જરીત દિવાલનું સમારકામ હાથધરવામાં આવતા સ્થાનિકોમાં ખુશી જોવા મળી હતી.

 

LEAVE A REPLY