રાહુલ ગાંધી આજે ધરમપુર તાલુકામાંમાં લાલ ડુંગરી ખાતે પહોચી જન આક્રોશ રેલી ને સંબોધન કરશે. રાહુલ ગાંધી હેલિપેડ પર હેલીકોપ્ટર દ્વારા પહોંચી ગયા છે. જે બાદ સીધા ચૂંટણીનો પ્રચાર કરવા સભા સ્થાને પહોચશે.

આ રેલીમાં દક્ષિણ ગુજરાતમાંથી બે લાખ જનગણ ઉમટી પડવાનો દાવો કોંગ્રેસ ના આગેવાનો કરે છે, આ આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. લાલડુંગરી અને ગાંધી પરિવાર સાથે એક ખાસ કનેક્શન છે. અહી ગાંધી પરિવાર ત્રણ સભા અગાઉથી કરી ચૂક્યા છે અહિયાં રાજીવ ગાંધી, ઇન્દિરા ગાંધી અને સોનિયા ગાંધી એ પણ અહિયાં સભાઓ કરી ચૂક્યા છે. આખા ધરમપુર માં કોંગ્રેસ ની લહેર છવાઈ ગઈ છે કોંગ્રેસ ના આગેવાનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળે છે.

LEAVE A REPLY