Connect Gujarat
ગુજરાત

આણંદ:ચાલુ વરસાદે વીજપ્રવાહ સતત વહેતો રહે તે માટે વીજકર્મીઓ લાગ્યા કામે

આણંદ:ચાલુ વરસાદે વીજપ્રવાહ સતત વહેતો રહે તે માટે વીજકર્મીઓ લાગ્યા કામે
X

જિલ્લાના અસરગ્રસ્તોને વિવિધ સહાય પેટે રૂા. ૮.૩૮ લાખ ચૂકવવામાં આવ્યા

હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદ થવાની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને જિલ્લા કલેકટર દિલીપ રાણાના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા વહીવટીતંત્રને સાબદું કરી દેવામાં આવ્યું હતું.

[gallery td_gallery_title_input="આણંદ:ચાલુ વરસાદે વીજપ્રવાહ સતત વહેતો રહે તે માટે વીજકર્મીઓ લાગ્યા કામે" td_select_gallery_slide="slide" size="large" ids="106998,106999,107003,107002,107000,107001,107004"]

કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર સહિત જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ પણ તાલુકા તંત્રને કોઇપણ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રહેવાની સૂચનાઓ પણ આપી દેવામાં આવી હતી.

આણંદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મેઘરાજાની અવિરત કૃપા ચાલી રહી છે. આ વરસતા વરસાદની વચ્ચે જિલ્લાના નાગરિકોને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજાગ હોવાની પ્રતિતિ નાગરિકોને જોવા મળી હતી.

આણંદ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા જિલ્લામાં વરસાદને કારણે મકાન-ઝૂંપડા પડી ગયેલ હોય તે નુકશાન થયેલ હોય, પશુ મૃત્યુ કે માનવ મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં અસરગ્રસ્ત થયેલ નાગરિકોને સરકારના ધારાધોરણ અનુસારની ત્વરિત સહાય પેટે રૂા. ૮,૩૮,૮૦૦/ની ચૂકવણી કરી દેવામાં આવી છે.

તદ્અનુસાર મકાન સહાય પેટે રૂા .૩,૭૮,૮૦૦/- ચૂકવવામાં આવ્યા છે જેમાં ઉમરેઠના-૪, ખંભાતના-૩, પેટલાદના-૧, આંકલાવના-૧ અને અને સોજિત્રાના-૨ મળી કુલ ૧૧ વ્યકિતોને મકાન સહાય પેટે, માનવમૃત્યુના કિસ્સામાં બોરસદ તાલુકાના મોટીશેરડી ગામના મૃત્યુ પામેલ યુવકના વારસોને રૂા.૪ લાખ અને બોરસદ તાલુકાના સારોલ અને ગોરેલ ગામમાં પશુ મૃત્યુના બે (ર) કિસ્સામાં રૂા. ૩૦-૩૦ હજાર લેખે રૂા.૬૦ હજારની સહાય ચૂકવી દેવામાં આવી છે.

આણંદ શહેરના નૂતનનગરમાં વીજ પ્રવાહ ખોરવાતાં એમ.જી.વી.સી.એલ.ના કર્મીઓએ ચાલુ વરસાદે આ વિસ્તારના નાગરિકોને વીજ પુરવઠો મળતો રહે તે માટે તેમજ જિલ્લાના અન્ય વિસ્તારોમાં સતત ખડેપગે હાજર રહીને કામગીરી કરી રહ્યાં છે. આ ઉપરાંત જયાં માર્ગો પર ઝાડ પડી જવાની ઘટના બને કે તુરતજ વન વિભાગ અને સંબંધિત વિભાગ દ્વારા માર્ગ પરના વાહનવ્યવહારને અસર ન પહોંચે અને વાહનવ્યવહાર સરળતાથી ચાલી શકે તે માટે કાર્યરત રહીને આ કામગીરી ઝડપભેર પૂર્ણ કરવાની કામગીરી કરી રહી છે.

આણંદ જિલ્લાના તમામ તાલુકાઓમાં આજે તા. ૯/૮/૧૯ના રોજ સવારના ૬-૦૦ કલાકથી બપોરના ૩-૦૦ વાગ્યા સુધીમાં બે થી ચાર ઇંચ વરસાદ નોંધાવા પામ્યો છે. જેમાં આંકલાવ તાલુકામાં-૪૨ મી.મી., આણંદ તાલુકામાં-૫૯ મી.મી., ઉમરેઠ તાલુકામાં-૯૫ મી.મી., ખંભાત તાલુકામાં-૭૩ મી.મી., તારાપુર તાલુકામાં-૫૮ મી.મી., પેટલાદ તાલુકામાં-૭૪ મી.મી., બોરસદ તાલુકામાં-૬૯ મી.મી. અને સોજિત્રા તાલુકામાં-૬૨ મી.મી. વરસાદ નોંધાવા પામ્યો છે.

Next Story
Share it