Connect Gujarat
ગુજરાત

આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વડોદરા પૂર પીડિતોના પરિવારો માટે આણંદથી પાંચ ટ્રકમાં રાહત સામગ્રી કરાઇ રવાના

આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વડોદરા પૂર પીડિતોના પરિવારો માટે આણંદથી પાંચ ટ્રકમાં રાહત સામગ્રી કરાઇ રવાના
X

પૂરગ્રસ્ત વડોદરા શહેરમાં હજ્જારો નાગરિકો છેલ્લા બે ત્રણ દિવસથી પરેશાન છે. ત્યારે તેઓને ખાધસામગ્રી અને પીવાનું શુધ્ધ પાણી પહોંચાડવાનુ સેવાકાર્ય પડોશી જિલ્લા તરીકે કલેક્ટર દિલીપ રાણા અને તેમની ટીમે પાંચ જેટલી ટ્રકો ભરીને સામગ્રી આજે સરકીટ હાઉસ આણંદથી રવાના કરી હતી. જિલ્લા પુરવઠા અદિકારી ગોપાલ બામણિયાએ ટ્રકોને પ્રસ્થાન કરાવી હતી.આણંદ જિલ્લામાં છેલ્લા દિવસોમાં ભારે વરસાદ હોવા છતા અને જિલ્લા વહિવટી તંત્ર અત્યંત વ્યસ્ત હોવા છતા પડોશી જિલ્લાના નાતે કલેક્ટર દિલીપ રાણાના માર્ગદર્શન હેઠળ ગણતરીના કલાકોમાં પાંચ ટ્રક જેટલી રાહત સામગ્રી જિલ્લા વહીવટી તંત્રના સકંલન દ્વારા દાતાઓના માધ્યમથી એકત્ર કરી અને મોકલવામાં આવી હતી.

આણંદ સર્કિટ હાઉસ ખાતે કુલ ૫ ટ્રકમાં ૫૦ હજાર નંગ પીવાના પાણીની બોટલ, અન્ય સુકા નાસ્તા જેવા કે ૨૫૦૦૦ નંગ બિસ્કીટ, ૨૫૦૦૦ નંગ ચવાણાના પેકેટ તેમજ ૨૫૦૦૦ પેકેટ સેવ મમરા ના ફુડ પેકેટ બનાવીને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠાઅધિકારી ગોપાલ બામણીયાના હસ્તે આ ટ્રકો વડોદરા પુર પીડિતોની મદદે જવા રવાના કરાઇ.

જિલ્લા પુરવઠા અધિકારીએ આ રાહતકાર્ય વિષે જણાવ્યુ હતુ કે કે વડોદરાના પુર પીડિતોના પરિવાર સાથે જિલ્લા વહીવટી તંત્ર આણંદ ખડેપગે ઉભુ છે તેમજ ભવિષ્યમાં રાહતકાર્ય માટે ના દરેક પ્રયત્નો કરવા અમે સજ્જ છીએ.

Next Story
Share it